આ વાવાઝોડું ત્રાટકે ત્યારે પ્રતિ કલાક 135-145 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે. હાલ આ વાવાઝોડું વેરાવળથી 110 કિલો મીટર દૂર છે તે જોતાં આ વાવાઝોડું બપોરે બે વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થશે તેવી શક્યતા છે.
વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાને નહીં ટકરાય પણ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધરાત બાદ વાવાઝોડાંનો રૂટ બદલાતાં આ વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહીં. વાવાઝોડુ રાજ્યમાં જમીન વિસ્તાર પર ત્રાટકવાના બદલે માત્ર અસર કરીને જતુ રહેશે.