હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાયુ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાયું છે. આ પહેલા સોમનાથ મંદિરના પ્રવેશમાં ઊભા કરવામાં આવેલા શેડને ભારે પવન ફુંકાવાના કારણે નુકસાન થયાના અહેવાલ છે.
આ પહેલા ગઈરાતથી જ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાત્રી દરમિયાન ભારે પવન સાથે ઝરમર વરસાદ પડ્યો છે. જોકે વહેલી સવારથી પવનની ગતિમાં ઘટાડો થયો છે. હાલ ઝરમર વરસાદ સાથે પવનના ફુંકાઈ રહ્યો છે.