અમદાવાદઃ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાનાની ઐતિહાસિક જીત થઈ છે. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર નો 51300થી વધુ મતોથી વિજય થયો છે. જોકે,  ઐતિહાસિક જીત બાદ પણ શિવસેના દ્વારા બે દિવસ ભવ્ય ઉજવણી નહીં કરવામાં આવે.બે દિવસ બાદ સ્વર્ગસ્થ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવણી કરાશે.


શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો ઐતિહાસિક વિજય થયો છે. કલાબેન ડેલકરે દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદ બની ઇતિહાસ રચ્યો છે. આ સાથે દાદરા નગર હવેલીના રાજકારણમાં ડેલકરના પરિવારનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપના દિગ્ગજ આગેવાનો અને સ્ટાર પ્રચારકો પણ પાર્ટીના ઉમેદવારને ના જીતાવી શક્યા. બીજી તરફ, ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતે હાર સ્વીકારી લીધી છે. વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી. 


દાદરાનગર હવેલી લોકસભા પેટાચૂંટણીના 22 રાઉન્ડની મત ગણતરી પૂરી થઈ ગઈ છે. આ સાથે શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર ભાજપના ઉમેદવારથી 50,677 મતથી આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં 196327 મતોની ગણતરી થઈ ગઈ છે. શિવ સેનાના ઉમેદવાર કલાબેન મોહનભાઈ ડેલકરને 116834 મત મળ્યા છે. જ્યારે ભાજપના મહેશભાઈ ગાવિતને 66157 મત મળ્યા છે. મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી.


નોંધનીય છે કે, ગુજરાતીઓની આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને નોટા જેટલા જ મત મળ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ બાબુભાઈ ધોડીને 6060  મળ્યા છે. જેની સામે નોટાને 5505 મત મળ્યા છે. આમ, નોટા કરતાં ખાલી 555 વધુ મળ્યા છે. આ સિવાય બીટીપીના ઉમેદવાર ગણેશ ભુજડાને ખાલી 1771 મતથી સંતોષ માનવો પડ્યો છે. 

હિમાચલ પ્રદેશ પેટાચૂંટણીઃ કોંગ્રેસ મંડી લોકસભા સીટ પર ટ્રેન્ડમાં આગળ



હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણી માટે પડેલા મતોની ગણતરીના વલણોમાં કોંગ્રેસ મંડી લોકસભા બેઠક અને જુબ્બલ-કોટખાઈ અને અરકી વિધાનસભા બેઠકો પર આગળ છે જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) ફતેહપુર બેઠક પર આગળ છે.
ભાજપ લોકસભાની 3માંથી 1 સીટ પર આગળ છે



તમામ 29 વિધાનસભા બેઠકોનો ટ્રેન્ડ આવી ગયો છે, જેમાંથી NDA 13 બેઠકો પર આગળ છે, કોંગ્રેસ 8 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય પક્ષો 8 બેઠકો પર આગળ છે. ભાજપ, કોંગ્રેસ અને શિવસેના લોકસભાની ત્રણમાંથી એક-એક બેઠક પર આગળ છે.
તમામ 29 વિધાનસભા બેઠકોના વલણ આવ્યા



દેશના 14 રાજ્યોમાં 29 વિધાનસભા અને 3 લોકસભા સીટો પર પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. તમામ 29 વિધાનસભા સીટોના ​​ટ્રેન્ડ આવી ગયા છે, જેમાંથી NDA 14 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 7 સીટો પર આગળ છે. અન્ય પક્ષો 8 બેઠકો પર આગળ છે. લોકસભામાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના એક-એક સીટ પર આગળ છે.