દાદરાનગર હવેલી લોકસભા પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર ભાજપના ઉમેદવારથી 41 હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં 150770 મતોની ગણતરી થઈ ગઈ છે. શિવ સેનાના ઉમેદવાર કલાબેન મોહનભાઈ ડેલકરને 91130 મત મળ્યા છે. જ્યારે ભાજપના મહેશભાઈ ગાવિતને 50478 મત મળ્યા છે. મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર આજે મતમગણતરી થઈ રહી છે. 

તમામ 29 વિધાનસભા બેઠકોના વલણ આવ્યા



દેશના 14 રાજ્યોમાં 29 વિધાનસભા અને 3 લોકસભા સીટો પર પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. તમામ 29 વિધાનસભા સીટોના ​​ટ્રેન્ડ આવી ગયા છે, જેમાંથી NDA 14 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 7 સીટો પર આગળ છે. અન્ય પક્ષો 8 બેઠકો પર આગળ છે. લોકસભામાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના એક-એક સીટ પર આગળ છે.

રાજસ્થાનની બંને સીટો પર કોંગ્રેસ આગળ







14 રાજ્યોમાં વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ 1 સીટ પર આગળ છે, રાજસ્થાનની બંને સીટ પર કોંગ્રેસ આગળ છે, તેલંગાણામાં ભાજપ 1 સીટ પર આગળ છે અને પશ્ચિમ બંગાળની તમામ 4 સીટો પર TMC આગળ છે.

વિજેતા ઉમેદવાર સરઘસ નહી શકે

 પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો સરઘસ નહીં કાઢી શકે તેવો ચૂંટણી પંચે આદેશ જાહેર કર્યો છે. ઉપરાંત વિજેતા ઉમેદવાર કે તેના બે અધિકૃત વ્યક્તિ રિટર્નિંગ ઓફિસર પાસેથી ચૂંટણીનું પ્રમાણપત્ર મેળવી શકશે.

એમપીના પૃથ્વીપુર પર ભાજપ આગળ



મધ્યપ્રદેશમાં પૃથ્વીપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ડૉ. શિશુપાલ યાદવ 429 મતોથી આગળ છે.