દાહોદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે દાહોદ જિલ્લામાં એનએચએમના કરાર આધારિત કર્મચારીઓએ રાજીનામા આપી દીધા છે.


400થી ઉપરાંત આરોગ્યકર્મીઓના સામુહિક રાજીનામા પડ્યા છે. જિલ્લા મેલેરિયા અધિકારીને રાજીનામા અપાયા છે. પોતાની માંગણીઓને લઈ રાજીનામું આપ્યું છે. માંગણી પૂર્ણના થાય ત્યાં સુધી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. 


રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9,995  નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 8944 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15365 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


 


રાજ્યમાં અત્યાર સુધી 6,09,031 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,17,373 પર પહોંચ્યો છે. જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર અને 1,16,587  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.82 ટકા છે.  


 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2764 , વડોદરા કોર્પોરેશન 639, સુરત કોર્પોરેશન-631, વડોદરા-429, મહેસાણામાં 338, રાજકોટ કોર્પોરેશન 116, રાજકોટ-306, અમરેલી-295, જુનાગઢ-253, જુનાગઢ કોર્પોરેશનમાં 244, જામનગર કોર્પોરેશમાં 242, બનાસકાંઠા-235, સુરત-119, પંચમહાલ-198, ભાવનગર કોર્પોરેશન-201, પંચમહાલ-198, દાહોદ-187, આણંદ-178, ખેડા-174, ખેડા-174, ગીર સોમનાથ-173, કચ્છ-170, જામનગર-151, સાબરકાંઠા-142, ભરુચ-131, ગાંધીનગર-125, પાટણ-116, મહીસાગર-111, સુરેન્દ્રનગર-109, વલસાડ-109, ભાવનગર-107, નવસારી-103, ગાંધીનગર કોર્પોરેશન-98, અરવલ્લી-95, દેવભૂમિ દ્વારકા-92, નર્મદા-67, અમદાવાદ-60, પોરબંદર-58, છોટા ઉદેપુર-41, તાપી-39, મોરબી-34, બોટાદ-19 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 9995 નવા કેસ નોંધાયા છે. 


 



ક્યાં કેટલા મોત થયા ? 
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન-9, વડોદરા-4, મહેસાણામાં 2, રાજકોટ કોર્પોરેશન 5, રાજકોટ-5, અમરેલી-2, જુનાગઢ-6, જુનાગઢ કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશમાં 6, બનાસકાંઠા-3, સુરત-4, ભાવનગર કોર્પોરેશન-3, પંચમહાલ-2, આણંદ-1, ખેડા-1, ગીર સોમનાથ-3, કચ્છ-3, જામનગર-3, સાબરકાંઠા-1, ભરુચ-2, ગાંધીનગર-1, પાટણ-2, મહીસાગર-2, સુરેન્દ્રનગર-1, વલસાડ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-3, અમદાવાદ-1, તાપી-1 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 9995 નવા કેસ નોંધાયા છે.