ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે ૯,૯૯૫ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૦૪ના મૃત્યુ થયા હતા.  આ સાથે જ ૨૭ દિવસમાં પ્રથમવાર રાજ્યમાં દૈનિક કેસનો આંક ૧૦ હજારથી નીચે ગયો હતો. કોરોનાના કુલ કેસ હવે ૭,૩૫,૩૪૮ જ્યારે  કુલ મરણાંક ૮,૯૪૪ છે. ગુજરાતમાં હાલ ૧,૧૭,૩૭૩ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫,૩૬૫ દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાને હરાવનારા દર્દીનો આંક ૬ લાખને પાર થઇ ગયો છે જ્યારે રીક્વરી રેટ ૮૨.૮૨% છે.


આ દરમિયાન આજે બપોરે ત્રણ કલાકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને કોરોના રસીકરણની પ્રગતિ મુદ્દે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે.



અત્યાર સુધી અમદાવાદમાંથી કુલ ૧,૭૭,૨૦૦, સુરતમાંથી ૧,૨૩,૧૨૧, વડોદરામાંથી ૫૩,૮૮૦ દર્દીઓ કોરોનાને પરાસ્ત કરી ચૂક્યા છે. વધુ ૧,૩૯,૮૬૯ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૯૮ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૪૫,૧૪૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. 


ગુજરાત અત્યાર સુધીમાં 1 કરોડ, 47 લાખ 51 હજાર 911 લોકોને રસી આપી દેવામાં આવી છે. ગુજરાત સરકાર આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના 60 ટકાથી વધુ લોકોને રસીનો પૂરા ડોઝ આપી દેવાનો ઇરાદો ધરાવે છે.  જરાતને કેન્દ્ર સરકાર તરફથી મે મહિનાના બીજા પખવાડિયામાં કેન્દ્ર સરકાર તરફથી છથી સાત લાખ જેટલા વેક્સિનનો નવા સપ્લાય મળવાની સંભાવના છે. આ સ્થિતિમાં ગુજરાતમાં મે મહિનાના બીજા પખવાડિયામાં રોજના અંદાજે 40000થી 45,000 લોકોને કોરોનાની વેક્સિન આપી શકાશે. અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતમાં 16 જાન્યુઆરીથી કોરોના વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.રસીકરણ ઝુંબેશ શરૂ થયાના 120 દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 15,16,536 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.આ પૈકી પહેલો ડોઝ મેળવનારા કુલ 11,16,419 તેમજ રસીના બંને ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 4,00,117 ઉપર પહોંચવા પામી છે.