દાહોદઃ ગુજરાતમાં ગત મંગળવારે એટલે 21મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતો માટેની મત ગણતરી યોજાઇ હતી. આ ચૂંટણીમાં દાહોદમાં વિજેતા ઉમેદવારોના સમર્થકોએ એક યુવક પર હુમલો કરતા તેનું મોત નીપજ્યું છે. ગરબાડા તાલુકાના ગુલબાર ગામની ઘટના છે. લાકડી અને  પથ્થર વડે હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું છે. 


રાકેશ નામના 20 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નીપજતાં મૃતકના વાલીજનોએ ગરબાડા પોલીસ સ્ટેશને ફરિયાદ  નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 


દાહોદઃ દેવગઢ બારીયા તાલુકામાં એક ગામમાં યુવતી પર દુષ્કર્મ કરી ચાકુથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 21 વર્ષની યુવતી રાત્રે કુદરતી હાજતે  ઘર બહાર નીકળતા ગામના યુવકે દુષ્કર્મ ગુજાર્યો હતો. યુવતીને નજીકના ખેતરમાં લઈ જઈ  યુવકે દુષ્કર્મ કર્યું હતું. 


તું મને કેમ બોલાવતી નથી તેમ કહી યુવતીના ગાળાના ભાગે ઉપરા ઉપરી ચાકુના ઘા કર્યા હતા. યુવતી પર હુમલો કરીને આરોપી ફરાર થઈ ગયો છે. યુવતીને ગાળાના ભાગે  ઇજાઓ થતા સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


Bhuj : મતદાનના દિવસે જ સગીરની કુહાડીના ઘા મારીને કરાઈ હત્યા, જાણો શું થયો મોટો ધડાકો?


કચ્છઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, ત્યારે ભુજ તાલુકાના નોખાણીયા ગામે મતદાનના દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ભેંસ ચરાવવા ગયેલા 16 વર્ષના કિશોરની હત્યા કરી નાંખવામાં આવી હતી. ગામમાં રહેતા સગીરની એલસીબીએ અટકાયત કરી છે. 


ભણવાની બાબતમાં થયેલી બોલાચાલીમાં કુહાડીના ઘા ઝીંકી કિશોરને પતાવી દેવાયો હતો. કિશોરની હત્યાના બનાવમાં સગીરની જ અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી છે.


Surat : એક જ પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, શું છે ટ્રાવેલ હિસ્ટ્રી?

 

સુરત : ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે, ત્યારે સુરતમાં એક જ પરિવારના 3 સભ્યો કોરોના સંક્રમિત થતાં તંત્ર એલર્ટ થઈ ગયું ચે.  સિટીલાઈટ વિસ્તારની પાલ રેસિડેન્સીમાં એક પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ આવ્યા છે. પરિવારની ટ્રાવેલ હિસ્ટ્રી રાજસ્થન જયપુરની છે. પાલ રેસિડેન્સીને ક્લસ્ટર જાહેર કરાઈ છે. પાલ રેસિડેન્સીના 46 લોકોના ટેસ્ટ કરાયા હતા. જોકે, તમામ નેગેટિવ આવ્યા છે.