Dahod: દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જિલ્લામાં બેફામ બનેલા બૂટલેગરોએ હવે પોલીસ પર હુમલો કર્યો છે. દાહોદના સાગટાળામાં રોડ પર 15 જેટલા બૂટલેગરોએ અચાનક પોલીસ વાન પર હુમલો કરી દીધો અને પોલીસ વાનને સગળાવીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ગુના નોંધીને તપાસ હાથ ધરી છે. 


માહિતી પ્રમાણે, દાહોદમાં પોલીસ ટીમ જ્યારે ગાડી લઇને પેટ્રૉલિંગમાં નીકળી હતી તે દરમિયાન દારુ ભરેલી ગાડીને રોકતા માથાકૂટ થઇ હતી. બૂટલેગરોની દારુ ભરેલી ગાડીને પોલીસે રોકતાં બૂટલેગરો ગુસ્સે ભરાય હતા, અને 15 જેટલો લોકો મૉટર સાયકલ પર આવીને પોલીસની ગાડીને સળગાવી દીધી હતી. આ ઘટના 
દાહોદ, બૂટલેગરોનો પોલીસ પર હુમલો


સાગટાળાના કાળીયાકુવા રૉડ ઉપર બની હતી. અહીં 15 જેટલા લોકો મૉટર સાયકલ પર હથિયારો લઇને આવ્યા હતા, અને દારૂની ભરેલી ગાડી રોકવા જતી પોલીસની પેટ્રૉલિંગ ટીમની ગાડીને સળગાવી દીધી હતી. આ દરમિયાન બૂટલેગરોઓ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ પણ ફાયરીંગ કર્યુ હતુ, જોકે, અંતે આ 15 બૂટલેગરો ભાગી છૂટ્યા હતા. 


પોલીસે આ તમામ બૂટલેગરો પર ગુનો નોંધ્યો હતો, અને અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી દીધી છે. આમાં મધ્યપ્રદેશના અલીરાજપુર, કઠીવાડા અને ગુજરાતના નાની વડોઈના બૂટલેગરો સામેલ છે. 


રેડ પાડનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કર્યો હુમલો


ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં રેડ પાડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો, ઘટનામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા.


ભરૂચમાં બુટલેગર બેફામ


રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ તેનો વેપલો કરતા જોવા મળે છે. ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી છે. અહીં દારૂના વેચાણની પોલીસને બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેડ પાડવા પહોંચી હતી પરંતુ બેફામ બનેલા બુટલેગરોએ ક્રાઇમબ્રાન્ચના પોલીસ કર્મી પર જ સામે  હુમલો કરી દીધો. બુટલેગરના હુમલામાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાના પગલે પોલીસે બુટલેગરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.