ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે 1110 વ્યક્તિ સંક્રમિત થયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 55,822 પર પહોંચી ગયો છે. ત્યારે દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારીને કોરોના પોઝિટિવ આવ્યો છે.
દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારીને કોરોના આવ્યો છે. શરદી ખાંસી અને તાવ આવતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ રેપીડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં આર.ડી પહાડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
નોંધનીય છે કે, દાહોદ જિલ્લામાં રવિવારે જ 30 પોઝિટિવ કેસ નોંધા હતાં જ્યારે દાહોદ જિલ્લામાં હાલ 318 એક્ટિવ કેસ છે. જ્યારે 5 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે.
રાજ્યમાં હાલ 13131 એક્ટિવ કેસ છે, જેમાંથી 85 વેલ્ટીલેટર પર છે અને 13046 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 40365 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,42,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતના કયા જિલ્લામાં આરોગ્ય અધિકારીને જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2020 11:12 AM (IST)
જિલ્લા આરોગ્ય અધિકારીને કોરોના આવ્યો છે. શરદી ખાંસી અને તાવ આવતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ રેપીડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં આર.ડી પહાડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -