ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી સપ્તાહમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડીગ્રી ઘટે તેવી શક્યતા છે. વહેલી સવારથી ઠંડા પવનો ફુકાતા હોવાથી લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો છે. નલિયામાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. નલિયાનું લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી પર પહોંચ્યું હતું. ભુજનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું. રાજયના અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચ્યું છે. રાજ્યમાં અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન ઘટી અનુક્રમે 10 અને 8.7 ડિગ્રીએ પહોંચી જતા તીવ્ર ઠંડી વર્તાઇ હતી. રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેતા લોકોએ મોડી રાત્રે અને પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છેકે, આગામી બે દિવસ દરમિયાન કચ્છના વિવિધ ભાગોમાં કોલ્ડ વેવની શક્યતા છે.
Ahmedabad: કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
કાંકરિયા કાર્નિવલનો આજથી રંગારંગ પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર યોજાનાર કાર્નિવલમાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. કાર્નિવલની મુલાકાત લેનાર તમામ પ્રવાસીઓને કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. તમામ લોકોને ફરજિયાત માસ્ક સાથે જ પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે, આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ગયો છે. સાંજે 6.30 કલાકે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મુકાવામાં આવ્યો છે. કાર્નિવલ આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં મોટી સંખ્યામાં લોકો કાંકરિયા કાર્નિવલનો આનંદ માણવા માટે આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે.
સાઉન્ડ શો અને ફૂડ ફેસ્ટિવલ કાંકરિયા કાર્નિવલનું આકર્ષણ રહેશે. પરિસરમાં 100 વોલન્ટિયર્સ દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ પણ સમગ્ર સપ્તાહ દરમિયાન દર્શાવવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ દરમિયાન 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવાયા છે. રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ પણ અહી પરફોર્મ કરશે.