દાહોદ: દાહોદના લીમખેડાના પ્રાંત અધિકારી ડી. કે હડીયલનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. 20 દિવસ અગાઉ પ્રાંત અધિકારી ડી. કે. હડીયલ કોરોનાગ્રસ્ત થયા હતા. તેમની વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. શુક્રવારે 24 કલાકમાં ફરી 1510 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4049 પર પહોંચ્યો છે. રાજ્યમાં શુક્રવારે કુલ 1627 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,15,819 પર પહોંચી છે.