Dahod News: દાહોદ જિલ્લામાંથી આજે એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, અહીં એક અજાણ્યા યુવકે એક મજૂરી કામ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. દુષ્કર્મ આચર્યા બાદ યુવક ફરાર થઇ ગયો હતો, આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લામાં આવેલા પીપળીયા ગામમાં આ દુષ્કર્મની ઘટના ઘટી છે. અહીં એક અજાણ્યો યુવક પીપળીયા ગામની 17 વર્ષીય સગીરાને ઉઠાવી ગયો હતો. આ યુવકે સગીરાને પીપળીયા ગામની નજીક લીમડી સર્કલ પાસેથી મૉટરસાયકલમાં બેસાડી હતી, યુવક સગીરાને મજૂરી કામના બહાને મૉટર સાયકલ પર બેસાડીને સૌથી પહેલા ત્યાં બાજુમાં એક મકાઇના ખેતરમાં લઇ ગયો હતો. અહીં ખેતરમાં આ યુવકે 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, જોકે, સગીરાએ બૂમાબૂમ કરી તો યુવક ત્યાથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ લીમડી પોલીસે 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરાયાની ઘટના અંગે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


મુસ્લિમ યુવકે મજૂરી કરવા આવેલી આદિવાસી યુવતી પર દાનત બગાડી


બનાસકાંઠા જિલ્લામાં એક યુવતીની છેડતી અને ધમકી આપવાને લઇને પોલીસ ફરિયાદ નોંધાઇ છે, આ ફરિયાદ બાદ પોલીસે મુસ્લિમ યુવકની શોળખોળ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ગાંજી ગામે એક આદિવાસી યુવતી મજૂરી માટે આવી હતી, અહીં તેને એક મુસ્લિમ યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી, એટલું જ નહીં તેની સાથે મુસ્લિમ યુવકે છેડતી કરીને મારી ધમકી પણ કરી હતી. જોકે, આ બનાવ બાદ યુવતીએ અમીરગઢ પોલીસ મથકે આરોપી મુસ્તુફા કાલુખાન વિરુદ્ધ છેડતી અને એટ્રૉસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો આરોપી મુસ્તુફા મૂળ ભાવનગરનો વતની છે અને વિરમપુર વિસ્તારમાં રહીને સામાજિક સંસ્થા ચલાવતો અને સામાજિક કાર્યો કરતો હતો. હાલમાં અમીરગઢ પોલીસે આ ઘટના અંગે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 


યુવતી સાથે બંધાયો પ્રેમ સંબંધ, સગાઇ ના થતાં યુવકે જે કર્યું તે સાંભળી ચોંકી જશો


ભાવનગરમાં એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગર જિલ્લાના અધેલાઈ ખાતે એક યુવકે પ્રેમ સંબંધમાં યુવતી સાથે સગાઇ ના થતા આત્મહત્યા કરી લીધી હતી. રોશન તલાવીયા નામના યુવકે યુવતીના ઘર સામે જ કરી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. યુવકે આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે બે-ત્રણ વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના અધેલાઈ ખાતે રહેતા રોશનભાઈ દિનેશભાઈ તલાવીયાને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અગાઉ તે યુવતી ભાગીને રોશનના ઘરે રહેવા જતી રહી હતી પરંતુ તે સમયે યુવતીના પિતાએ બંન્નેની સગાઇ કરી આપવામાં આવશે તેમ કહીને યુવતીને ઘરે પરત લઇ ગયા હતા. જોકે ત્યારબાદ યુવતીના પિતાએ સગાઇ કરવાની ના પાડતા રોશને યુવતીના ઘર સામે આવીને ઝેરી દવા પી લીધી હતી.  આત્મહત્યા કરતા પહેલા રોશને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેના મોત પાછળ બેથી ત્રણ લોકોને જવાબદાર ગણાવી રહ્યો છે. રોશનને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.