અમદાવાદના કોરોના યોદ્ધાના મૃત્યુ બદલ મૌન પાળી અનેક લોકો શ્રંદ્ધાજલિ અર્પણ કરી રહ્યાં છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ ભજાવતા કોન્સ્ટેબલનું કોરોના વાયરસના કારણે મોત નિપજ્યું હતું જેને લઈને દાહોદ પોલીસ તંત્રએ બે મીનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એસપી હિતેશ જોયસરે તેમજ પોલીસ કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.


અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલસ કર્મચારી ફરજ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં. જોકે તેઓ કોરોના સામેની જંગ હારી જતાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીના નિધનથી પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

ભરતજી સોમાજી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યાં હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.