સુરેન્દ્રનગરમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવનો આંકડો વધી રહ્યો છે ત્યારે રાહતના સમાચાર સામે આવ્યાં છે. આજે જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામના બે દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતાં બન્ને રજા આપી દેવામાં આવી છે. જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગરમાં વધુ પાંચ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામના એક 13 વર્ષના બાળક અને 46 વર્ષની મહિલાને આજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા બન્નેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. બન્ને દર્દીઓને કોરોના પોઝિટિવ આવતાં ગત 9 મેના રોજ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
નોંધનીય છે કે, હજુ પણ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના 7 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જોકે આજે વધુ પાંચ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું હતું.
સુરેન્દ્રનગરના આ તાલુકા માટે સારા સમાચાર, એક બાળક અને મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવતાં અપાઈ રજા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2020 02:13 PM (IST)
સુરેન્દ્રનગરમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવનો આંકડો વધી રહ્યો છે ત્યારે રાહતના સમાચાર સામે આવ્યાં છે. આજે જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામના બે દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતાં બન્ને રજા આપી
- - - - - - - - - Advertisement - - - - - - - - -