કેન્દ્ર સરકારે દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટીની બેઠક મળી તેમાં છૂટછાટને લઈને નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને કોઈ મૃતકના અંતિમ સંસ્કારની વિધિ કરવા માટે મહત્વની નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે. જેને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી જેનો આજથી અમલ થશે. ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, લગ્ન સમારોહ માટે વધુમાં વધુ 50 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવશે.
આ ઉપરાંત કોઈ મૃતકના અંતિમ સંસ્કાર વિધિ માટે 20 વ્યક્તિઓને અનૂમતિ આપવામાં આવશે તેવો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: લગ્ન સમારોહ અને મૃતકના અંતિમ સંસ્કારમાં કેટલા લોકો આપી શકે હાજરી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2020 11:39 AM (IST)
ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને કોઈ મૃતકના અંતિમ સંસ્કારની વિધિ કરવા માટે મહત્વની નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -