દાહોદ: થોડા દિવસ પહેલાં જ જિલ્લાના સંજેલી નજીક આવેલા તરકડા મહુડી ગામમાં પતિ-પત્ની સહિત 4 બાળકોની હત્યા કરવામાં આવી હતી. એક જ પરિવારના 6 સભ્યોની હત્યાથી સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ હત્યાકાંડની માહિતી મળતાંની સાથે જ સંજેલી પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસને એક અઠવાડિયાની ઘોર તપાસ બાદ પણ હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું.
સંજેલી પોલીસે એક જ પરિવારના 6 સભ્યોની હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હત્યાકાંડ પાછળ આડા સંબંધને લઈને આ સામૂહિક હત્યા થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. હત્યારા વિક્રમના ભાભી સાથે આડા સંબંધ હતા જેના કારણે તેણે આ હત્યાકાંડ સર્જ્યો હતો. વિક્રમ 6 લોકોની હત્યા કરી મોરબી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ વિક્રમે મોરબીમાં ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો તેવું સામે આવ્યું છે.
દાહોદ જિલ્લાના તરકડામહુડી ગામે થયેલ હત્યાકાંડ પ્રથમ દ્રષ્ટિએ સામૂહિક હત્યાના આ મામલામાં પતિ-પત્નીની હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત મૃતકોમાં ચાર સંતાનોનો સમાવેશ થાય હતા. જેમાં ત્રણ છોકરા અને એક છોકરી ભોગ બન્યા હતા.
સમગ્ર ઘટના બાદ પોલીસે ગ્રામજનો અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં થયેલા ભરત પલાસની પત્ની સાથે તેના જ દિયર વિક્રમના આડા સંબંધો હોવાનું જાણવા મળ્યું હતું. એક જ પરિવારની 6 લોકોની હત્યા વિક્રમે આવેશમાં આવીને કરી હોવાનું જાણવા મળ્યું છે.
દાહોદ: એક જ પરિવારના 6 લોકોની હત્યામાં પોલીસે શું કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2019 09:59 AM (IST)
થોડા દિવસ પહેલાં જ જિલ્લાના સંજેલી નજીક આવેલા તરકડા મહુડી ગામમાં પતિ-પત્ની સહિત 4 બાળકોની હત્યા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -