અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારે 'હિકા' ચક્રવાતનો ખતરો મંડરાય રહ્યો છે. ગુજરાતના દરિયા કિનારે આ ચક્રવાત ચારથી પાંચ જુન વચ્ચે રાજ્યના દ્વારકા, ઓખા અને કચ્છ તરફ આગળ વધી શકે છે. તંત્ર હાલ અરબ સાગરના ડિપ્રેશનના લીધે ગુજરાતના ઘણાં બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે.


માનવામાં આવી રહ્યું છે કે, જ્યારે આ ચક્રવાત જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 120 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય અરબ સાગર પર એક લો પ્રેશર ઊભું થશે અને તે ઝડપથી આગળ વધશે.

ત્રણ જુન સુધીમાં ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના કિનારા પર ટકરાયા બાદ ઉત્તર પશ્ચિમ તરફ વધવાની આશંકા છે. ગુજરાતમાં આ ચક્રવાતથી સૌરાષ્ટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાને પ્રભાવિત કરી શકે છે.

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપમાં આજે લૉ પ્રેશર બની રહ્યું છે. કાલે તે વધુ ડીપ બનશે તેવી શક્યતા છે અને તેના એક દિવસ બાદ તે સાઈક્લોનમાં પરિવર્તિત થશે અને ગુજરાત તરફ આગળ વધશે. ત્રણ જુને તે મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચશે.

દક્ષિણપૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. 48 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 48 કલાક બાદ વાવાઝોડું મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. વાવાઝોડાના કારણે આગામી 48 કલાકમાં ગુજરાત પર હવાનું હળવુ દબાણ બનશે. દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અરબ સાગરના દ્વીપ ડિપ્રેશનના પગેલ ગુજરાતમાં સમુદ્રી કિનારાઓ ઉપર એક નંબરનું સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે. સાથે સાથે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચક્રવાત ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ મોસમ વિભાગની જાણકારી પ્રમાણે આ તૂફાન ગુજરાત આગળ વધી રહ્યું છે.