Gujarat Weather: ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ મોટા ભાગના વિસ્તાર વિરામ લીધો છે. જો કે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે છૂટછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાક હળવા વરસાદનો હવામાન વિભાગનું અનુમાન છે.  હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લીમાં હળવાથી મધ્યમ  વરસાદની આગાહી છે.મહીસાગર, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગમાં  પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.


ગુજરાતમાં છેલ્લા 7 દિવસ  ભારે વરસાદ વરસ્યો.  હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં ચોમાસાની સિઝનમાં 882 મીમી વરસાદ નોંધાયો છે. આ સરેરાશ વરસાદ કરતાં 50% વધુ છે. જેના કારણે  અતિવૃષ્ટિને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.શુક્રવારે ગુજરાતના કચ્છમાં અસના તોફાન આવવાની સંભાવના હતી, પરંતુ અરબી સમુદ્રમાં વાવાઝોડું ઓમાન તરફ આગળ વધ્યું છે. જેથી રાજ્ય પરથી વાવાઝોડનું સંકટ ટળ્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે પૂર અને ભૂસ્ખલનને કારણે 40 રસ્તાઓ બંધ રહ્યા હતા.


હિમાચલમાં ચોમાસામાં અત્યાર સુધીમાં 270 લોકોના મોત થયા છે.


હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 270 લોકોના મોત થયા છે. વરસાદના કારણે થયેલી તબાહીને કારણે 126 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવામાન વિભાગે શનિવારે મંડી, શિમલા અને સિરમૌરમાં વરસાદ અને પૂરની ચેતવણી જાહેર કરી છે. આ જિલ્લાઓમાં 2 સપ્ટેમ્બરે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


1 સપ્ટેમ્બરે 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ


1 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં વરસાદની ચેતાવણી જારી કરી હતી. છે. તેના કેટલાક રાજ્યોમાં વીજળી પડવાની પણ ચેતાવણી  છે.


મધ્યપ્રદેશમાં 1 સપ્ટેમ્બરથી જોરદાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે સમગ્ર રાજ્ય ભીંજાઈ જશે. 35 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. આ પહેલા શનિવારે પણ સિહોર-દેવાસ સહિત 12 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. IMD ભોપાલના વૈજ્ઞાનિક વીએસ યાદવે કહ્યું- બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સિસ્ટમ સક્રિય છે.


આ પણ વાંચો


Kutch Rain: કચ્છમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 3000 લોકોનું સ્થળાંતર