ગાંધીનગરઃ ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને કોર્ટે 3 મહિનાની કેદની સજા અને પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યાં છે.  જ્યુડિશિયલ કોર્ટે પંડ્યાને 20 વર્ષ જૂના ધમાલ અને તોડફોડના કેસમાં આ સજા ફટકારી હોવાની માહિતી મળી છે.

ડીસાના ભાજપ ધારાસભ્ય શશીકાંત પંડ્યા વિરુદ્ધ 1999માં ડીસા પાલિકામાં ધમાલ કરવાનો કેસ ચાલતો હતો. આ કેસની  સુનાવણી ડીસાની એડિશમલ ચીફ જ્યુડિશ્યલ કોર્ટના જજ એમ.ડી.બ્રહ્મભટ્ટની કોર્ટમાં ચાલતી હતી.

જજે આ કેસમાં પંડ્યાને  IPCની કલમ 186 હેઠળ આ સજા ફટકારી છે. શશીકાંતને 3 માસથી કેદ અને 500 રૂપિયાના દંડની સજા કરાઈ છે. ધારાસભ્ય પંડ્યાએ કોર્ટમાંથી જામીન મેળવી લેતાં તેમણે હાલમાં જેલમાં નહીં જવું પડે પણ  એક માસમાં સજા અમલ સામે અપીલ કરવી પડશે.

શશિકાંત પંડ્યા સામે IPCની કલમ 327, 504 અને 477 હેઠળ પણ કેસ નોંધાયો હતો. જો કે જજે પુરાવાના અભાવે પંડ્યાને મુક્ત કર્યા છે.