પાલનપુર: ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને ડીસાની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટે સરકારી કર્મચારીની કામગીરીમાં અડચણો ઉભી કરવાના ગુન્હામાં ત્રણ મહિનાની સજા અને અને 500નો દંડ ફટકાર્યો હતો. આ સમાચારથી સમગ્ર ડિસામાં ખળભળાટ મચી ગયો હતો.

ડીસા નગરપાલિકામાં 1993માં કોર્પોરેટર શશીકાંત પંડ્યાએ ડીસા નગરપાલિકામાં પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતીયાના કાર્યકાળમાં ફરજ પરના ચીફ ઓફિસર ગંગારામભાઈ સોલંકી અને ઓફિસ સુપ્રીટેન્ડન્ટ સાથે ઓફિસમાં સુલેહ શાંતિનો ભંગ કરી કર્મચારીઓની ફરજમાં રુકાવટ ઉભી કરીને ફાઈલોમાં તોડફોડ કરી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી.

1999માં નગરપાલિકામાં સરકારી મિલકતને નુકશાન કરતા ધારાસભ્ય શશિકાંત પંડ્યાને સજા ફટકારવવામાં આવી હતી જોકે સજા બાદ તરત જ શશિકાંત પંડ્યા જામીન પર મુક્ત થઈ ગયા હતા.