અમદાવાદ: આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક જેઓ મંગળવારે ગુજરાતની મુલાકાતે હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેમણે પક્ષના કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ પહેલા સંદીપ પાઠકે AAPના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ સાથે તેમને આશ્વાસન આપ્યું કે પાર્ટી તેમની સાથે છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત આવશે. આ દરમિયાન ચૈતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે. ગુજરાત AAPના પ્રભારી સંદીપ પાઠકે આ અંગે માહિતી આપી છે. 


ત્યારબાદ સંદીપ પાઠકે લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અલગ-અલગ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. ચૂંટણીની રણીનીતિ અને સંગઠનાત્મક જે કામગીરી ચાલી રહી છે તેની સમક્ષી કરી હતી. 


ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં 5 બેઠકો જીત્યા બાદ આમ આદમી પાર્ટી નવા ઉત્સાહ સાથે ફરી મેદાનમાં ઉતરશે. આપ દ્વારા ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની ઘોષણા અગાઉથી કરી દેવામાં આવી છે. જેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ ડો.સંદીપ પાઠક આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 


લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અલગ-અલગ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે તેમણે મિટિંગ કરી હતી. આગામી લોકસભા માટે રણીનીતિ અને સંગઠનાત્મક જે કામગીરી ચાલી રહી છે તેની એક રીવ્યુ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 


સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા લોકોના પ્રિય નેતા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ તેમના મત વિસ્તારમાં જનસભા સંબોધશે. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ અરવિંદ કેજરીવાલ પહેલીવાર ગુજરાત આવશે. 


આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 7 જાન્યુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. મુખ્યમંત્રી કેજરીવાલ અને ભગવંત માન  ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામાં જંગી જનસભાને સંબોધશે. ચૈતર વસાવાની જે રીતે વનકર્મીને માર મારવાની ઘટનામાં ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે તેને લઈને  ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલ તેમના વિધાનસભાની મુલાકાતે આવે તેવી માગ કરી હતી.