સમગ્ર ગુજરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસુતા મહિલાને કોરોના પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રસુતા મહિલાને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે આજે વહેલી સવારે પ્રસુતા મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. આ અંગેની સમગ્ર જાણકારી સુરેન્દ્રનગર કલેક્ટરે ટ્વિટ કરીને આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝેઝરા ગામની પ્રસુતા મહિલાની દવા અમદાવાદ ચાલતી હતી. ત્યારે 23 મેના રોજ આ પ્રસુતા મહિલા અમદાવાદ દવા લેવા ગયા બાદ કોરોના પોઝિવિટ હોવાનું બહાર આવ્યું હતુ. પ્રસુતા મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યાર બાદ પ્રસુતા મહિલા સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

આજે વહેલી સવારે આ પ્રસુતા મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. હાલ મહિલા અને બાળકની તબિયત સ્વસ્થ છે. આ સમગ્ર ઘટનાની જાણકારી સુરેન્દ્રનગરના કલેક્ટરે ટ્વિટ કરીને આપી હતી. નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 32 પર પહોંચી ગયો છે.