અમદાવાદઃ ગુજરાતમાં લોકડાઉન ખોલ્યા બાદ સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો અને વેપારીઓ સ્વયંભૂ બંધ રાખી કોરોનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી બાજુ કેટલીક જગ્યાએ લોકડાઉન લગાવવાની માગ ઉઠી છે. આવી જ એક માગ ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ કરી છે.


ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કચ્છ જિલ્લામાં લોકડાઉન લગાવવાની માગ કરી છે. કચ્છમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને આ માગ કરવામાં આવી છે.

પૂર્વ રાજ્યમંત્રીએ કહ્યું કે, શનિવારે અને રવિવારે લોકાડઉનની સાથે સાથે સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1408 કોરોના કેસ નોંધાયા હતા. સાથે જ વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3384 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,354  એક્ટિવ કેસ છે, જ્યારે 1,09,211 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,265 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,28,949 પર પહોંચી છે.