કોરોના કાળમાં કોરોનાની સારવાર માટે કેટલીક દવાનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે, જે પૈકી એક છે વિટામીન સી ની દવા છે. જોકે છેલ્લા કેટલા સમયથી એટલે કે માર્ચ મહિનાથી કોવિડ બીમારી સામે આવ્યા બાદ તેના ચલણમા વધારો જોવા મળ્યો, સાથે સાથે તેના ભાવમાં પણ, વધારો જોવા મળી રહ્યો છે.


ગુજરાત રાજ્ય કેમિસ્ટ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે વિટામીન સી બનાવતી અલગ અલગ કંપનીએ દવાના ભાવમાં 25થી 30 ટકાનો વધારો કર્યો છે. જે વિટામીન સીની દવા અગાઉ 20 રૂપિયા સુધીમાં મળતી હતી એ દવાના ભાવ હવે રૂપિયા 60 સુધી પહોંચ્યા છે. જ્યારે કેટલીક મોટી બ્રાંડેડ વીટામીન સી દવાના ભાવ 150થી 200 રૂપિયા સુધી થયા છે.

આ સિવાય વિટામિન સી અને ઝીંક યુક્ત દવાના ભાવ પણ વધ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ ઓનલાઇન વિટામીન સીની દવાના ભાવ ખૂબ ઊંચા જોવા મળી રહ્યા છે, જે દવા રિટેલ મેડિકલ 4 થી 50 મળે છે, તે હજારથી બે હાજર માં મળી રહી છે, જેની સામે કેમિસ્ટ ફેડરેશને વાંધો ઉઠાવતા સરકાર સમક્ષ વિટામિન સીની દવાના ભાવ પર અંકુશ લાવવા માંગ કરી છે.