Demolition: કચ્છ, જામનગર બાદ જૂનાગઢમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર, આ વિસ્તારના મંદિર, મસ્જિદ તોડી પડાયા

ગેરકાયદે બાંધકામમાં દૂર કરવા માટે હાલ રાજ્ય સરકારે એક્શનમાં છે કચ્છ, જામનગર બાદ જૂનાગઢમાં પણ ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Continues below advertisement

Junagadh News:ગેરકાયદે બાંધકામમાં દૂર કરવા માટે હાલ રાજ્ય સરકારે એક્શનમાં છે કચ્છ, જામનગર બાદ જૂનાગઢમાં પણ ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Continues below advertisement

ગેરકાયદે બાધકામને દૂર કરવા રાજ્ય સરકાર સતકર્તાથી કામ કરી રહી છે. જામનગર, કચ્છ અને જૂનાગઢમાં ઘાર્મિક સ્થળો સહિતના કેટલાક દબાણોને દૂર કરવામાં આવ્યાં છે. જામનગર,કચ્છ બાદ જૂનાગઢમાં પોલીસે  ડિમોલિશન કર્યું છે. મજેવડીમાં મોડી રાત્રે ગેરકાયદે નિર્માણો  પર   બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં પણ સવાર પડે તે પહેલા જ બે મંદિર અને એક મસ્જિદ ગેરકાયદે હોવાથી બાંધકામને તોડી પડાયું હતું. જૂનાગઢમાં 800થી વધુ પોલીસકર્મીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.  જૂનાગઢમાં મોડી રાત્રે બે વાગ્યે હાથ  ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશનની કાર્યવાહી માટે જૂનાગઢ શહેર,જિલ્લા અને જિલ્લા બહારની પોલીસની  મદદ લેવાઇ હતી. મનપા અને મહેસૂલ વિભાગના દસ્તાવેજોની પૂરી ચકાસણી કર્યાં  બાદ જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય માટે પહેલાથી જ  સુરક્ષાદળની બે ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

તો બીજી તરફ જામનગરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામં આવી હતી અહીં જામનગર  નજીક બેડીમાં કુખ્યાત સાયચા બંધુના 2 બંગલા ઉપર બુલડોઝર ફરી વળ્યું, સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણો કરી ઉભા બંગલા ધરાશાયી કરવામાં આવ્યાં હતા.  

, કચ્છના ખાવડામાં ગેરકાયદેસર બનેલી ત્રણ મદરેસાઓ પર બૂલડૉઝર કાર્યવાહી કરાઇ હતી. અહીં આ ત્રણેય મદરેસાઓને તોડી પડાઇ હતી. ખાવડામાં ગેરકાયદેસર ચાલતા મદરેસા પર બૂલડૉઝર ફરી વળ્યુ છે, અને સરકારી જમીન પર બનેલા ત્રણ મદરેસાને જમીનદોસ્ત કરાયા છે. જામકુનરીયા, કુરન ગામમાં આ બૂલડૉઝર કાર્યવાહી કરાઇ છે. કચ્છ ઉપરાંત જામનગર અને દ્વારકામાં પણ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. દરિયાઈ પટ્ટીપર થયેલા દબાણો દુર કરવાની સરકારની નેમ છે. ખાસ વાત છે કે, જામનગરમાં ગઈકાલે અસામાજિક તત્વોના અડ્ડા બૂલડૉઝર ફરી વળ્યુ હતુ. સર્વે અને નક્શાઓનો અભ્યાસ બાદ આ તમામ ગેરકાયદે નિર્માણો પર કાર્યવાહી થઇ રહી છે. ગુજરાત પોલીસની પણ આ સમયે ખુબ જ પ્રસંશા થઇ રહી છે. સરકારી જમીન પર દબાણ કરનારાઓને નહીં છોડવાની સરકારની નીતિ છે.

Continues below advertisement
Sponsored Links by Taboola