મોડાસાઃ અરવલ્લીના મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલની અટકાયત કરવામાં આવી છે.  ડેપ્યુટી કલેકટર પર છેલ્લા એક વર્ષથી યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલવાનો આરોપ છે.  ભોગ બનનાર યુવતી અને ડેપ્યુટી કલેકટર અગાઉ પરિચયમાં આવ્યા હતાં ત્યારબાદ મેસેજ અને ફોટાનો સિલસિલો શરૂ થયો હતો.


 અશ્લિલ ફોટા અને મેસેજથી કંટાળીને ડેપ્યુટી કલેકટર વિરુદ્ધ યુવતીએ સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર યુવતી પણ સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે. યુવતીની ફરિયાદના પગલે સાઈબર ક્રાઈમે આખરે ડેપ્યુટી કલેકટરની અટકાયત કરી છે.


યુકેએ કોવેક્સિન રસીને મંજૂરી આપી


દેશમાં જે લોકોએ સ્વદેશી 'કોવેક્સિન'નો ડોઝ લીધો છે તેમના માટે આ સારા સમાચાર છે. તેઓ હવે કોઈપણ જાતની મુશ્કેલી અને પરેશાની વિના યુકેની મુસાફરી કરી શકશે. 22 નવેમ્બરથી બ્રિટન આ રસીને મંજૂરીની યાદીમાં સામેલ કરશે. અગાઉ બ્રિટને આ રસીને મંજૂરી આપી ન હતી. ભારતમાં બનેલી રસીને વિશ્વ આરોગ્ય સંસ્થાની મંજૂરી મળ્યા બાદ યુકેએ પણ તેના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.


 


નોંધનીય છે કે અગાઉ યુકેએ આ રસીને માન્યતા આપી ન હતી. ડબ્લ્યુએચઓએ તાજેતરમાં કોવેક્સિનને મંજૂરી આપી છે. યુકે સરકારે WHOની મંજૂરી બાદ જ આ નિર્ણય લીધો છે. ભારતમાં બ્રિટનના હાઈ કમિશનર એલેક્સ એલિસે સોમવારે ટ્વીટ કરીને કહ્યું- "યુકે પ્રવાસ કરી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મંજૂરી પછી, હવે 22 નવેમ્બરથી કોવેક્સીનના બંને ડોઝ લેનારા ભારતીયોએ તેમની યુકેની મુલાકાત દરમિયાન સ્વ-અલગ નહીં રહેવું પડશે.


 


WHO ને 3 નવેમ્બરે ઈમરજન્સી લિસ્ટિંગમાં સામેલ કરવામાં આવ્યું


 


અગાઉ, 3 નવેમ્બરના રોજ, WHOના ટેકનિકલ સલાહકાર જૂથની બેઠકમાં રસીને ઈમરજન્સી લિસ્ટિંગમાં સામેલ કરવામાં આવી હતી. ભારત બાયોટેકે જુલાઈ મહિનામાં WHO પાસેથી EUL માટે અરજી કરી અને પ્રક્રિયા શરૂ થઈ. જૂન 2021 દરમિયાન કોવેક્સીનનો તબક્કો 3 ક્લિનિકલ ટ્રાયલ ડેટા ઉપલબ્ધ હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL) પ્રક્રિયા 6 જુલાઈ, 2021ના રોજ રોલિંગ ડેટા સબમિશન સાથે શરૂ થઈ હતી.