અમદાવાદઃ ભાજપે અમદાવાદ જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં  પ્રમુખ પદના ઉમેદવાર નહીં ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. ભાજપને જિલ્લા પંચાયતમાં બહુમતી મળી હોવા છતાં પ્રમુખપદ કૉંગ્રેસના ઉમેદવારનાં ફાળે જશે કેમ કે  અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ST બેઠક માટે અનામત રાખવામાં આવ્યું છે. ભાજપનાં એક માત્ર એસ.ટી. મહિલા ઉમેદવાર હારી ગયાં હોવાથી ભાજપના ફાળે પ્રમુખપદ નહીં જાય એ ભાજપની મજબૂરી છે.


ભાજપે ઉપપ્રમુખ તરીકે નનોદર બેઠક પરથી જીતનાર રમેશભાઈ મકવાણાને મેન્ડેટ આપ્યો છે જ્યારે અમદાવાદ જિલ્લા પંચાયતના દંડક તરીકે દિગપાલસિંહ ચુડાસમાને મેન્ડેટ અપાયો છે. ભાજપ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે જનકભાઈ ઠાકોરની વરણી કરાઈ છે. કોંગ્રેસ અમદાવાદ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખના ઉમેદવાર ઉભા નહીં રાખે.


અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ST બેઠક માટે અનામત હોવાથી વિરમગામ તાલુકાની શાહપુર બેઠકથી જીતેલાં કૉંગ્રેસના પારુબેન પઢાર અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતનાં પ્રમુખ બનશે. ચૂંટાયેલા સભ્યોમાં એકમાત્ર પારુબેન એવા સભ્ય છે જેઓ પ્રમુખપદ માટેની બધી શરતો પૂર્ણ કરે છે અને એટલા માટે હવે તેઓ પ્રમુખ બનશે.


પારુબેન પઢાર છેલ્લાં 20 વર્ષથી કૉંગ્રેસનાં સક્રિય સભ્ય છે.   કૉંગ્રેસમાં ઘણાં હોદ્દાઓ પર રહી ચૂકેલાં પઢારે શાહપુર ગામનાં સરપંચ તરીકે પણ કામ કર્યું છે. હાલ તેઓ ગ્રામ પંચાયતનાં સભ્ય પણ છે અને હવે કૉંગ્રેસની ટિકિટ પર જિલ્લા પંચાયતની બેઠક પર ચૂંટાયાં છે. ભાજપમાં એસ.ટી. ઉમેદવાર લલિતા પઢારને 8064 મત મળ્યાં હતા જ્યારે પારુબેનને 9018 મત મળતાં ભાજપનાં ઉમેદવાર લલિતા પઢાર સામે તેમનો વિજય થયો હતો.


અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 34 બેઠકોમાંથી 31 બેઠકો પર જીત મેળવીને કબજો કર્યો છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે 18 બેઠકો જીતીને કોંગ્રેસે સત્તા કબજે કરી હતી જ્યારે આ વખતે કોંગ્રેસે માત્ર 3 બેઠકો જીતી છે છતાં રોટેશનના કારણ તેને પ્રમુખપદ મળશે. 


IND vs ENG, 3rd T20: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક પણ પ્રેક્ષકને મંજૂરી નહીં છતાં આ યુવતી રહી હાજર, જાણો કોણ છે આ યુવતી ? 


ગુજરાતનાં આ મહિલા IAS અધિકારીએ ટોચના રાજકારણી એવા વેવાઈની મદદથી ઘડ્યો ચીફ સેક્રેટરી બનવાનો તખ્તો, જાણો વિગત