રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં 19 અને 20 માર્ચના ગીર સોમનાથ, તાપી, નર્મદા સહિતના જિલ્લામાં માવઠુ વરસવાની આગાહી કરી છે. 


માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કારણ કે કમોસમી વરસાદ વરસે તો રવિ પાકને વ્યાપક નુકસાની જવાની ભીતિ છે. તો હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી કરી છે. ગઈકાલે રાજ્યના 19 શહેરોમાં ગરમીનો પારો રહ્યો 35 ડિગ્રીને પાર કરી ગયો હતો. કચ્છ જિલ્લાનું મુખ્યમથક ભુજ સૌથી ગરમ રહ્યું હતું. ભુજનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. તો સુરેંદ્રનગરનું તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું હતું. 


અમદાવાદમાં પણ તપતો સૂરજથી રાહત મળશે અને બે દિવસ વાદળ છાયુ વાતાવરણ રહેશે. વાતાવરણમાં એક પ્રકારનો બોઝ અને ભેજ મહેસૂસ થશે. અમદાવાદમાં વરસાદ પહેલા બે દિવસ કાળ ઝાળ ગરમી પડવાની પણ વકી છે. 


ગુજરાતમાં હાલ ઉનાળો બરોબર જામ્યો છે. ત્યારે વાતવરણ રોજે રોજ વધુને વધુ ગરમ બની રહ્યુ છે એવામાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં. 17 થી 19 માર્ચ સુધી કાળઝાળ ગરમી પડશે અને ત્યાર બાદ કમોસમી વરસાદની સંભાવનાઓ છે. 


Corona in India: કોરોનાના વધતા કેસ વચ્ચે PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, લૉકડાઉનને લઈ શકે છે ચર્ચા ?


આજથી ચાર મહાનગરમાં રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યુ લાગુ, ચારેય મહાનગરમાં એક પણ એસટી બસ....


Vadodara: સ્કૂલોમાં સર્વેની ચોંકાવનારી હકીકત આવી સામે, 10 દિવસમાં આટલા શિક્ષકો થયા કોરોના સંક્રમિત


Gujarat Corona Cases Update: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં નોંધાયા 954 કેસ


MP Corona Cases Spike: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યના બે મોટા શહેરોમાં પણ આવતીકાલથી નાઇટ કર્ફ્યૂ, 8 શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બંધ રહેશે બજાર