એક તરફ દેશમાં યૂનિકૉર્નની સંખ્યા 100ને પાર થઇ ગઇ છે. બીજી તરફ ઘણીવાર આર્થિક મદદ ન હોવાને કારણે નવા આઈડિયા આકાર લેતા નથી અને ઉભરતા ઉદ્યોગસાહસિકોને આગળ આવવાની તક મળતી નથી. આ સ્થિતિ વચ્ચે મુંબઈમાં વસતા મૂળ ગુજરાતી અને વ્યવસાયે CA દેવાંશ લાખાણી નવા ઉદ્યોગસાહસિકોને તેમના આઈડિયા અને પ્રારંભિક ઉત્પાદનને સાબિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડી રહ્યા છે. ઇન્વેસ્ટર્સ પાસેથી ફંડ રેઝ (Startup fundraising) કરીને એટલે કે નાણાં અપાવીને તેમના સ્ટાર્ટ-અપના સપનાંને સાકાર કરવામાં મદદ કરી રહ્યા છે.


મે, 2015માં ચાર્ટડ એકાઉન્ટન્ટ કર્યા બાદ દેવાંશભાઇએ એક સ્ટોક બ્રોકિંગ કંપનીમાં રિસર્ચ એનાલિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. અહીં લીડરશીપની સ્કીલ ઉપરાંત ફાઇનાન્સના તમામ પાસાઓ શીખવા મળ્યા. પણ તેમના મનમાં ઈચ્છા પોતાનો બિઝનેસ શરૂ કરવાની હતી, અને તે પણ કંઈક અલગ. આ સાથે જાન્યુઆરી, 2018માં પોતાની ફર્મ લખાણી ફાઇનાન્સિયલ સર્વિસિઝ (lakhanifinancialservices)ના શ્રીગણેશ કર્યા. સમય જતાં અનેક IPOના ફંડિંગનું કામ પણ કર્યું. ત્યાં કોઈએ વિચાર આપ્યો કે સ્ટાર્ટ-અપનું ફંડ પણ રેઝ કરવું જોઈએ. જો કે બે વર્ષ પહેલા સ્ટાર-અપનો એટલો ક્રેઝ નહોતો, જેટલો આજે છે. છતાં તેમણે સાહસ કર્યું અને કામ હાથમાં લીધું.




પહેલા તો Start-up ઇકોસિસ્ટમની ઊંડી સમજ કેળવી. સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સની સમસ્યા અને મુંઝવણને સારી રીતે જાણી. દેવાંશભાઇએ નક્કી કર્યું કે હવે આપણે સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સને સાચો રસ્તો દેખાડવાનું કામ કરવું છે. ઈરાદો નેક હોય તથા કામમાં ઈમાનદારી અને મહેનત હોય તો કોઈ અડચણ આવતી નથી. આ વાત દેવાંશભાઇના કિસ્સામાં સાબિત થઇ. મે-2020માં કોરોનાની પહેલી લહેર વ્યાપક હોવા છતાં પહેલા સ્ટાર્ટ-અપ માટે તેમણે ફંડ રેઝ કર્યું. તેનાથી તેમનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બંને વધ્યો.
અહીંથી દેવાંશ લાખાણીએ પાછળ વળીને જોયું નથી. અત્યાર સુધીમાં તેમણે 120થી વધુ સ્ટાર્ટ-અપને મદદ કરી છે. જ્યારે 10 સ્ટાર્ટ-અપ માટે ફંડ રેઝ કર્યું છે. જેમાં Navars edutechને 1.2 કરોડ, Learnclueને 50 લાખ, Puresh dailyને 1.2 કરોડ, Gabaru અને Tech eximને 2-2 કરોડનું ફંડ અપાવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે તેમની કામ કરવાની પ્રક્રિયા બધાથી અલગ છે. ફાઉન્ડરના સંકલનમાં રહીને તેમની ટીમ પીચડેક (Pitch deck) અને બિઝનેસ પ્લાન બનાવવાથી લઈ તમામ જરૂરી માર્ગદર્શન પુરું પાડે છે, એ પણ સચોટ અને સજ્જડ રીતે. તેના કારણે જ આજે મુંબઈ જ નહીં, ભારતના સફળ સ્ટાર્ટ-અપ સલાહકાર તરીકે દેવાંશ લાખાણીનું નામ ટૉપ પર છે.


આ પણ વાંચો......... 


CORONA : રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા


IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી


અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો


જમ્મુ કાશ્મીરમા વધુ એક નિર્દોષ ગોળીએથી વિંધાયો, અમિત શાહની અધ્યક્ષતામાં બીજી બેઠક, ગૃહ મંત્રાલય લઇ શકે છે મોટો નિર્ણય