Gandhinagar News: બોટાદ કસ્ટોડિયલ ડેથની ઘટના મુદે DGPએ લખ્યો પત્ર, જાણો, તમામ IPSને શું આપી સલાહ

બોટાદ કસ્ટોડિયલ ડેથ જેવી ઘટના ન બને તે માટે DGP વિકાસ સહાયે તમામ IPSને પત્ર લખ્યો છે. પત્રમાં તમામ આઇપીએસને કેટલીક સલાહ આપવામા આવી છે.

Continues below advertisement

ગાંધીનગર :બોટાદ ક્ટોડિયલ ડેથ જેવી ઘટના ન  તે માટે  DGP વિકાસ સહાયે  તમામ  IPSને પત્ર લખ્યો છે. કસ્ટોડિયલ ડેથની ઘટનાથી વ્યથિત હોવાનો પણ તેમણએ  પત્રમાં ઉલ્લેખ કર્યો છે. DGPએ પત્રમાં  પોલીસ વિભાગને માનવીય અભિગમ સાથે નૈતિકતા જાળવવા અપીલ કરી છે. પોલીસ અધિકારીઓને ડીજીપીએ અનુરોઘ કર્યો છે કે, બોટાદ કસ્ટોડિયલ ડેથના કિસ્સાથી બોધ પાઠ લેવો જોઇએ. તેમણે કહ્યું કે,કસ્ટોડિયલ ડેથની ઘટનાઓમાં ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ , તેમણે કહ્યું કે, IPS અને GPSમાં સૌથી મહત્વના અક્ષર 'S' એ સેવાનો અક્ષર છે. જે ન ભૂલવુ જોઇએ.

Continues below advertisement


Banas Dairy: બનાસ ડેરીના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી, જાણો કોણ બન્યું વાઇસ ચેરમેન

Banas Dairy:  એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષની મુદ્દત માટે ચેરમેન તરીકે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ ચૂંટણી યોજાઈ હતી.

બનાસ ડેરીનું કેટલું છે ટર્ન ઓવર

બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડથી વધારે છે.  દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકનાં ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે. બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથીભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન છે. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.

ગલબાભાઈ પટેલે ગામડાંઓના ખેડૂતો અને પશુપાલકોનું સામાજિક અને આર્થિક સ્તર ઉંચુ લાવવા પ્રયાસ કર્યા હતા. તેઓએ ખેડા જિલ્લાનાં દૂધ સહકારી માળખા અમૂલ પેટર્ન આધારિત સહકારી દૂધ સંઘનું સર્જન બનાસકાંઠા જિલ્લામાં કર્યું હતું. તેઓએ કઠોર પરિશ્રમ કરી જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામમાં દૂધ સહકારી મંડળીઓ શરૂ કરી તેમનું દૂધ એકત્રિત કરી 1966થી દૂધસાગર ડેરી,મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,પાલનપુરની નોંધણી સહકારી કાયદા હેઠળ 1969માં થઇ હતી. જેને આપણે બનાસ ડેરી તરીકે ઓળખીયે છીએ.

Continues below advertisement
Sponsored Links by Taboola