ધારી પંથકમાં અનરાધાર વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં ડેમના તમામ 9 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 7200 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
ધારી ગીરના ચાંચઈ, પાણીયા, ગોવિંદપુર, દલખાણીયા સહિતના ગામોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિમાર્ણ થઈ હતી. માત્ર દોઢ કલાકમાં અનરાધાર 8 ઇંચ વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.