Dolphin: પોરબંદરના દરિયામાં પોલીસે ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ ઝડપી પાડી છે. વન વિભાગ દ્વારા 10 શખ્સોને ડોલ્ફીન સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી આશરે 20 ડોલ્ફીનના મૃતદેહ મળી આવ્યા છે, અન્ય રાજ્યની ગેંગ હોવાની પ્રાથમિક વિગત છે. થોડા દિવસોથી આ ગેંગ સક્રિય હોવાનુ અનુમાન છે. વનવિભાગ દ્વારા તમામ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરશે.
એનિવર્સિરીના દિવસે જ પરિણીતાએ ખાધો ગળાફાંસો
ડિંડોલી વિસ્તારમાં મેરેજ એનિવર્સરીએ જ પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. જેને લઈ શિક્ષક પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ડિંડોલી પોલીસે પતિ, સસરાની ધરપકડ કરી હતી. પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. શિક્ષક પતિ સહિતના સાસરિયા દહેજ માટે ત્રાસ ગુજારતા હોવાથી આત્મહત્યા કરી હોવાની કરી ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી.
મળતી વિગત પ્રમાણે, પરિણીતાનો પતિ શિક્ષક છે અને લગ્ન સમયે 10 તોલા સોનું આપ્યું હોવા છતાં પતિ સહિતના સાસરિયા વધુ દહેજની માંગ કરતા હતા. જેથી પરિણીતાએ એનિવર્સરીના દિવસે જ આત્મહત્યા કરી લીધી હતી. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં રહેતા 55 વર્ષીય હીરામ વિનાયક ત્રંબક પાટીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના આપઘાત બાદ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે લખાવ્યું હતું, તેમની પુત્રી નેહાના લગ્ન 14 માર્ચ, 2017ના રોજ ભગવાન નથ્થુ બોરસેના પુત્ર વિનોદ સાથે થયા હતા. તે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ તેમની પુત્રી શ્યામવીલા રેસિડેન્સીમાં પતિ, સાસુ, સસરા સાથે રહેતી હતી. લગ્ન જીવન થકી સંતાનમાં એક દીકરો છે.
લગ્ન બાદ જ્યારે પણ પુત્રી પિયરમાં આવતી અને અહીંથી પરત જતી ત્યારે સાસરિયા સોનું માંગી શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત જ્યારે તેની નણંદ સુરત આવતી ત્યારે તેના ભાઈને ચઢામણી કરતી હતી. જેથી તે તું ગામડાની છે, તને કંઇ કામ કરતા કે રહેતા આવડતું નથી તેમ કહેતો. 2022માં જ્યારે તે ભાઈના લગ્ન માટે અહીં આવી ત્યારે પતિ પણ આવ્યો હતો અને લગ્નના દિવસે તેને સાથે જઈ જવાની જીદ કરી હતી અને બોલાચાલી કર્યા બાદ જતો રહ્યો હતો. જે બાદ તેને કોઈ સંબંધીને ત્યાં આવવા જવા દેવામાં આવતી નહોતી. 14 માર્ચે તેમને ફોન પર તેમની પુત્રીની તબિયત ખરાબ હોવાની જાણ થઈ હતી. જેથી તેમણે વેવાઈને ફોન કરતાં ઉપાડ્યો નહોતો અને બાદમાં તેમની પુત્રીએ એનિવર્સરીના દિવસે જ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી.