Driver Strike Live: નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ડ્રાઈવરોની હડતાળ, ખેડા-અમદાવાદ નેશનલ હાઇવે પર ચક્કાજામ

Hit and Run Law Protest: ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) એ હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 01 Jan 2024 12:34 PM
નવસારીના ટ્રક ચાલકોએ કર્યો વિરોધ

નવસારીના ટ્રક ચાલકોએ ભારે વાહન ચાલકો માટેના સરકારના નવા નિયમોનો વિરોધ નોંધાવ્યો હતો. 2000થી વધુ ટ્રક ચાલકોએ ચીખલી વાંસદા હાઇવે બંધ કર્યો હતો. હાઇવે બ્લોક થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રક ચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી કાયદો રદ્દ કરવામાં નહી આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા

ભરૂચમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન કરવા આખા રૉડ પર ચક્કાજામ કર્યુ હતુ. તેઓએ સાથે નારા પણ લગાવ્યા હતા કે, ટ્રક એકતા જિંદાબાદ, ખાસ વાત છે કે, નેશનલ હાઇવે પર આશરે 2 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો.

અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં સુરતના બીઆરટીએસ ડ્રાઇવરો પણ જોડાયા છે. બીઆરટીએસ અને સીટી બસ ડ્રાઇવરોએ ત્રણ દિવસ માટે હડતાળ જાહેર કરી જેના કારણે શહેરમાં 1000 બસોનો પૈડાં થંભી જશે. હડતાળના પગલે શહેરમાં મુસાફરોને મોટી હાલાકી પડવાનું નક્કી છે.

કોડીનાર હાઇવે પર ટ્રકોનો મોટો ખડકલો જોવા મળ્યો હતો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને કોડીનાર હાઇવે પર પ્રાચી નજીકના હાઇવે રૉડ પર ટ્રકોનો મોટો ખડકલો જોવા મળ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધની સાથે સાથે ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવ્યાં હતા.

મહેસાણા જિલ્લામાં ટ્રક ડ્રાઇવરની હડતાળ

મહેસાણા જિલ્લામાં ટ્રક ડ્રાઇવરની હડતાળમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો જોડાયા હતા. હિટ એન્ડ રનના કાયદાનો અહીં પણ જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. મહેસાણા  જિલ્લાની ખેરાલુની વંદાવન ચોકડી પર મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરે ચક્કાજામ કર્યુ હતુ, અહીં રૉડ પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયુ હતુ. હડતાળના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

નવા કાયદા મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઇવરોને 10 વર્ષ સજાની જોગવાઇ

નવા કાયદા મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઇવરોને 10 વર્ષ સજાની જોગવાઇ અને સાથે લાખોના દંડ છે. જેનો પુરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે. ડ્રાઇવરોની માંગ છે કે, આ હિટ એન્ડ રન અકસ્માતનો કાયદો પાછો ખેંચવામાં આવે

સુરતમાં આજથી BRTS અને સીટી બસ ચાલકો હડતાળમાં જોડાયા

નવા અકસ્માત કાયદાના વિરોધમાં સુરતમાં આજથી BRTS અને સીટી બસ ચાલકો હડતાળમાં જોડાયા છે, આજથી ત્રણ દિવસ સુધી શહેરમાં 1000થી વધુ બસો બંધ રહેશે, આ પછી ડ્રાઇવરો આજે કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ હડતાળના કારણે શહેરમાં મુસાફરોને મોટી હાલાકી પડશે.

ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઇવરોની હડતાળ જોવા મળી રહી છે

કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાનો વિરોધના પડઘા ગુજરાતમાં પણ પડવા લાગ્યા છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઇવરોની હડતાળ જોવા મળી રહી છે, અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં સુરતના બીઆરટીએસ ડ્રાઇવરો પણ જોડાયા છે. બીઆરટીએસ અને સીટી બસ ડ્રાઇવરોએ ત્રણ દિવસ માટે હડતાળ જાહેર કરી જેના કારણે શહેરમાં 1000 બસોનો પૈડાં થંભી જશે. હડતાળના પગલે શહેરમાં મુસાફરોને મોટી હાલાકી પડવાનું નક્કી છે.  

બ્રેકગ્રાઉન્ડ

Hit and Run Law Protest: ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) એ હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે. સંગઠને નાકાબંધી કરવાની હાકલ કરી હતી. ત્યારથી દેશભરમાં હડતાળ શરૂ થઈ ગઈ છે. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોએ શનિવારે 30 ડિસેમ્બરે જયપુર, મેરઠ, આગ્રા એક્સપ્રેસ વે સહિત ઘણા હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.


ગુજરાતમાં ટ્રક ચાલકોએ રાજકોટ-અમદાવાદ હાઇવે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરિણામે લાંબો ટ્રાફિક જામ થયો હતો. આ દરમિયાન ભીડમાંથી કેટલાક લોકોએ બસની બારીના કાચ તોડી નાખ્યા હતા. આ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. અહીં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.


આ હડતાળની સીધી અસર સામાન્ય માણસ પર જોવા મળશે. ટ્રક હડતાલને કારણે દૂધ, શાકભાજી અને ફળોની આવક નહીં થાય અને તેની સીધી અસર ભાવ પર જોવા મળશે. તે જ સમયે, પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થઈ જશે, જેના કારણે સ્થાનિક પરિવહન અને સામાન્ય લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.


ભારતમાં 28 લાખથી વધુ ટ્રક દર વર્ષે 100 અબજ કિલોમીટરથી વધુનું અંતર કાપે છે. દેશમાં 80 લાખથી વધુ ટ્રક ડ્રાઈવરો છે, જેઓ દરરોજ એક શહેરથી બીજા શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. હડતાળને કારણે આટલી મોટી સંખ્યામાં ટ્રકો રોકાવાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે.




 



સરકારે હિટ એન્ડ રનના કાયદા પર વિચાર કરવો જોઈએ


AIMTCની આગામી બેઠક 10 જાન્યુઆરીએ યોજાશે. જેમાં નિર્ણય લેવામાં આવશે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો સરકાર સમક્ષ તેમનો પક્ષ કેવી રીતે રજૂ કરવો.


નવી જોગવાઈ અંગે ચિંતા વ્યક્ત કરતાં AIMTCના પ્રમુખ અમૃત મદને કહ્યું કે હિટ એન્ડ રનના કેસમાં કડક પગલાં લેવાની જરૂર છે. આ નવા કાયદા પાછળ સરકારનો ઈરાદો સારો છે, પરંતુ પ્રસ્તાવિત કાયદામાં ઘણી ખામીઓ છે. આ અંગે ફરીથી વિચાર કરવાની જરૂર છે.


તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફાળો ટ્રાન્સપોર્ટ સેક્ટર અને ટ્રક ડ્રાઈવરોનો છે. ભારત હાલમાં ડ્રાઇવરોની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ સરકાર તેના પર કોઈ ધ્યાન આપી રહી નથી. આવી સ્થિતિમાં 10 વર્ષની સજાની જોગવાઈ બાદ હવે ટ્રક ચાલકોને નોકરી છોડવાની ફરજ પડી છે.


દેશમાં અકસ્માત તપાસ પ્રોટોકોલનો અભાવ


AIMTCનું કહેવું છે કે દેશમાં અકસ્માત તપાસ પ્રોટોકોલનો અભાવ છે. આવા કિસ્સાઓમાં, જ્યારે અકસ્માત થાય છે, ત્યારે કોઈપણ તપાસ કર્યા વિના તેને ડ્રાઇવરની ભૂલ માનવામાં આવે છે. તે જોવામાં આવતું નથી કે આમાં મોટા વાહન ચાલકનો દોષ છે કે નાના વાહન ચાવકનો.


આ મામલે ચેરમેન મદન કહે છે કે જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે ડ્રાઈવર પોતાને બચાવવાના ઈરાદાથી ભાગતો નથી, બલ્કે તે બેકાબૂ ભીડથી પોતાનો જીવ બચાવવા ભાગી જાય છે. આવી સ્થિતિમાં તેના પર સજા અને દંડ લાદવો યોગ્ય નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.