કચ્છઃ પંજાબના લુધિયાણામાં ૩૮ કિલો હેરોઈન લઈ જતાં ઝડપાયેલી ટ્રકના પ્રકરણનો રેલો કચ્છ સુધી પહોંચ્યો છે. ઘટનાની તપાસ માટે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડની એક ટૂકડી કચ્છ દોડી આવી છે. ટ્રકમાં જે હેરોઈન ભરવામાં આવ્યું હતું તે કચ્છમાંથી ભરી આપવામાં આવ્યું હતું. પંજાબમાં પકડાયેલાં ડ્રગ્સના તાજા પ્રકરણે ફરી એકવાર સરહદી કચ્છ કનેક્શનનો પર્દાફાશ કર્યો.
લુધિયાણા પોલીસે બાતમીના આધારે રવિવારે શહીદ ભગતસિંહ- SBSનગરના મહાલોન બાયપાસ પર નાકાબંધી કરી ડ્રગ્સ લઈને જતી ટ્રક અટકાવવા પ્રયાસ કર્યો હતો. ઝડપાયેલ કુલવિન્દરે પંજાબ પોલીસ આગળ કબૂલ્યું કે લુધિયાણાના રાજેશકુમાર ઊર્ફે સોનુ ખત્રીએ તેને ભુજ-કચ્છથી ડ્રગ્સની ફેરી કરીને પંજાબ લઈ આવવા જણાવ્યું.
રાજેશકુમારે ટેલિગ્રામ એપથી તેને કૉલ કરી કચ્છમાં જે સ્થળેથી હેરોઈન લેવાનું હતું તેનું એકઝેક્ટ લોકેશન મોકલ્યું હતું. આરોપીએ જણાવાયેલાં સ્થળ પર માલ લેવા પહોંચ્યો ત્યારે અજાણ્યા માણસે ત્યાં આવીને ટ્રકમાં હેરોઈન લોડ કરી આપ્યું હતું.
Kutch : શું પુત્રે પ્રેમલગ્ન કરતાં ઘરને ચાંપી દીધી આગ? પોલીસ તપાસમાં શું આવ્યું સામે?
કચ્છઃ અંજારના ખંભરામાં ઘરને આગ લગાડી પરિવારને જીવતો સળગાવી નાખવાના મામલે પોલીસનું મોટું નિવેદન સામે આવ્યું છે. અંજારના DYSP મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પુત્રએ ગામમાં રહેતી યુવતી જોડે કરેલ પ્રેમ લગ્નના કારણે આ બનાવ બન્યા હોવાનો પરિવારનું કહેવું છે. તેમણે કહ્યું કે, યુવકને ગામની યુવતી સાથે અફેર હતું અને પછી તેની સાથે કોર્ટ મેરેજ પણ કર્યા હતા. જોકે, પછી બંને પરિવાર વચ્ચે સમાધાન થયું હતું અને યુવતીને પરિવારને સોંપી દીધી હતી. તેમજ યુવતીના અન્ય જગ્યાએ લગ્ન પણ થઈ ગયા હતા. જોકે, પરિવારે આ મુદ્દે ઘરને આગ ચાંપી હોવાની શંકા વ્યક્ત કર્યા છે.
આગનો બનાવ સોમવારના વહેલી સવારે બન્યો હોવાનું પોલીસનું અનુમાન છે. હાલ સમગ્ર મામલે પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. FSLનો રીપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.