Patan News: હારીજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હારીજના મામલતદાર વેનાજી પટેલનું શંકાસ્પદ મોત થયું છે. મામલતદાર કચેરીમાં જ અગાસીથી પટકાતા મોત થયું છે. પોલીસે મામલતદાર વેનાજી પટેલનું મોત આકસ્મિક કે આત્મહત્યા તેની તપાસ શરૂ કરી છે. વેનાજી પટેલ મુળ દિયોદરના વતની હતા. 55 વર્ષીય વેનાજીના ઘરે યજ્ઞ હતો.
મામલતદારના મોતથી જિલ્લા પ્રશાસન સ્તબ્ધ
સવારે નવ વાગ્યે મામલતદાર કચેરી પરથી તેઓ પટકાયા હતા. મામલતદારના મોતથી જિલ્લા પ્રશાસન સ્તબ્ધ થઈ ગયું છે. મામલતદાર કચેરીમાં 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગ રૂપે મીટીંગ રાખી હોવાથી તેઓ આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટના પગલે હારીજ પોલીસ, SDM સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીના મોતથી સાથી મિત્રો અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મામલતદાર કંપાઉન્ડને તાળા માર્યા
વેનાજી પટેલના મોતને લઈ મામલતદાર કંપાઉન્ડને તાળા મારવામાં આવ્યા છે. વેનાજી પટેલના મૃતદેહને હારીજ રેફરલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
- 1989માં કારકુન તરીકે નોકરી કરી, પ્રથમ મહેસાણા જિલ્લામાં કારકુન તરીકે નોકરી કરી
- ચાણસ્મા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે પાંચ વર્ષથી વધુ સમય નોકરી કરી
- 2017થી સમી નાયબ મામલતદાર તરીકે નોકરી કરી
- 1/6/2018માં મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું અને કચ્છ લખપત તાલુકા મામલતદાર તરીકે ફરજ સાંભળી
- ત્યાર બાદ 2020માં બહુચરાજી મામલતદાર તરીકે બદલી થઈ
- જૂન 2022માં બહુચરાજીથી બદલી થઈ અને હારિજ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા
- 2022થી હારિજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા
- વી યો પટેલ દિયોદર તાલુકા લીલાધર ગામનાં વતની હતા
- તેમને બે પુત્ર અને એક પુત્રી છે