છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કઠમાંગવા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષક દારૂ પીને નશામાં ધૂત બનીને સુઈ ગયો હતો. નવાઇની વાત તો એ છે કે, અત્યારે સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી હતી. એક બાજુમાં નાના ભુલકાઓ પરીક્ષા આપી રહ્યા હતા અને બીજી બાજુ શિક્ષક નશો કરીને ક્લાસ રૂમમાં જ સુઈ ગયો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગામના લોકો સ્કૂલની મુલાકાતે આવ્યા ત્યારે શિક્ષક ક્લાસ રૂમમાં આરામ કરી રહ્યો હતો જે જોઈને ગામના લોકો ગુસ્સે ભરાયા હતાં. શિક્ષક એટલો નશામાં હતો કે, તે ઊભો થવાની હાલતમાં પણ ન્હોતો.
ગામના લોકોએ શિક્ષકને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ભારે નશામાં હોવાથી લોકોના પ્રશ્નોના ઉત્તર પણ આપી શક્યો નહતો. ગામના લોકોએ ક્લાસ રૂમની તપાસ કરતાં રૂમની બારી બહાર દેશી દારૂની કોથળી પણ જોવા મળી હતી.
મહત્વની વાત એ છે કે, આ શિક્ષકે પોતે દારૂ પીધો હોવાની કબૂલાત પણ કરી હતી. દારૂ પીને ક્લાસ રૂમમાં સુઈ રહેલા શિક્ષકનો લોકોએ વીડિયો પણ ઉતાર્યો હતો. નોંધનીય છે કે, આ શિક્ષક નશામાં બાળકીની છેડતી કરતો હોવાનો પણ વિદ્યાર્થિની દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે.
છોટાઉદેપુર: વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હતા ને નશામાં ધૂત શિક્ષક ક્લાસમાં સુઈ ગયો હતો અને ગામના લોકો આવી ગયા પછી શું થયું? જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
15 Oct 2019 09:41 AM (IST)
ગામના લોકો સ્કૂલની મુલાકાતે આવ્યા ત્યારે શિક્ષક ક્લાસ રૂમમાં આરામ કરી રહ્યો હતો જે જોઈને ગામના લોકો ગુસ્સે ભરાયા હતાં. શિક્ષક એટલો નશામાં હતો કે, તે ઊભો થવાની હાલતમાં પણ ન્હોતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -