ભુજ: મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભચાઉનાં નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂ મેળવવા માટે 10થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. આ ભયંકર આગ કયા કારણોસર લાગી તેની હજી જાણ થઈ નથી.
ભચાઉનાં નંદગામમાં આવેલી ઓસવાલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કંપની પ્લાસ્ટિકનું મટિરિયલ બનાવતી હતી. જેમાં કોઈ કારણોસર મોડી રાતે આગ ફાટી નીકળી હતી. જોકે, આ દુર્ઘટનામાં હાલ કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી.
હાલ 10થી વધુ ફાયર ફાયટરની ટીમ ત્યાં પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. મોડી રાતે લાગેલી આગને કારણે આસાપાસની કંપનીઓનાં માલિકો ઘટના દોડી આવ્યા હતાં.
આગને કારણે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આટલા કલાકો બાદ પણ આગને કાબૂ મેળવી શકાયો નથી. તપાસ બાદ જ આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી તેની જાણ થશે.
ભચાઉમાં પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાયટર ઘટનાસ્થળે, લોકોમાં દોડધામ
abpasmita.in
Updated at:
15 Oct 2019 08:22 AM (IST)
મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભચાઉનાં નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂ મેળવવા માટે 10થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા
- - - - - - - - - Advertisement - - - - - - - - -