Heart Attack Death:જામનગરમાં 25 વયના આશાસ્પદ યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે જામનગરમાં એક આશાસ્પદ યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થઇ ગયું.


જામનગર નજીક કાનાલુસ ગામે લેબર કોલોનીમાં ઘર પાસે રનિંગ કરતો  25 વર્ષિય યુવક એકાએક ઢળી પડ્યો  હતો.રાજસ્થાની યુવાન રાધેશ્યામ ડાયારામ પન્નુને એકાએક ચક્કર આવતા પડી જતા હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર થયું  છે. યુવક મૂળ રાજસ્થાનના કેરૂગામનો વતની હતો અને તે  જામનગર નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. નવયુવકના અચાનક મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 


સુરતમાં પણ વધુ એક 40 વર્ષિય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરતમાં 40 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. જાણીએ સમગ્ર ઘટના વિશે


સુરતમાં  વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. 40 વર્ષીય ચૈતન્ય પટેલને હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું છે. ચૈતન્ય પરિવાર સાથે સુરતના ઉગત રોડ પર રહેતો હતો. ઘરે તેમને હાર્ટ અટેક આવતા તે અચાનક ઢળી પડ્યો હતો, બાદ તેમને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ તેમનો મૃત્યુ થઇ ચૂક્યુ હતું. હોસ્પિટલમાં પહોંચતાં તબીબે ચૈતન્યને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. આશાસ્પદ યુવકના અચાનક મૃત્યુથી પરિવાર સ્તબ્ધ છે .