Heavy Rain:જૂનાગઢમાં આકાશી સુનામી વરસતા ચારેય તરફ જળપ્રલયની સ્થિતિ છે. શહેરમાં 12 ઈંચ વરસાદથી જૂનાગઢ શહેરમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મૂશળધાર વરસાદના કારણે જૂનાગઢમાં રસ્તા પર દરિયો વહી રહ્યો હોય તેવા દ્વશ્યો સર્જાયા છે.
મૂશળધાર વરસાદના કારણે તમામ માર્ગો, બજારોમાં પાણી ભરાઇ જતાં દુકાનો જળમગ્ન બની હતી. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે રસ્તા પર રમકડાની જેમ ગાડીઓ તરતા જ જોવા મળી હતી. મૂશળધાર વરસાદથી જૂનાગઢમાં ચારેય બાજુ પુરના પાણીથી હોનારત જેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરને જોડતા તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે વેર હાઉસ, દુકાનો જળમગ્ન થઇ જતાં કરોડો રૂપિયાની નુકસાનીની આશંકા સેવાઇ રહી છે.
જૂનાગઢના ગિરનાર-દાતાર વિસ્તારમાં 16 ઈંચ વરસાદ ખાબકતા પશુઓ, વાહનો, લારીઓ પૂરના ધસમસતા પાણીમાં તણાઈ હતી. સક્કરબાગ નજીકની સોસાયટીમાં તો એક એક માળ ડુબી જાય તેટલુ પાણી ભરાતા ઘરવખરીને પણ પારાવાર નુકસાન થયું છે.
જૂનાગઢના મોતીબાગના એસટી વર્ક શોપમાં પાણી ભરાતા બસો જળમગ્ન બની છે. દીવાલ ધરાશાયી થતા ટાયરો અને ઓઈલના બેરલ પણ તણાયા હતા. વાહન વ્યવહાર બંધ થતા બહાર જતા તમામ રૂટ પર એસટી બસો રદ કરવામાં આવી છે.
વરસાદથી પૂરના પાણીમાં જૂનાગઢની જલારામ સોસાયટી નજીક સિનિયર સિટિઝન તણાયાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે સદનસીબે બે સ્થાનિકો અને જૂનાગઢ પોલીસે સિનિયર સિટિઝનને જીવના જોખમે બચાવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 246 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં 12 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં સવા 11 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર, તાલુકામાં પોણા 10 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં પોણા 8 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં સાડા 7 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના મેંદરડામાં સવા 7 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળીયામાં 7 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભાવનગરના વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સાડા 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં સવા 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાગરામાં પોણા 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના ધમરપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમદાવાદના સાણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના દેહગામમાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડી, વાપીમાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડા, ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીનો ડોલવણ અને વાલોડમાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં પોણા ચાર ઈંચ વરસાદ
- મહુવા, દસાડા, વીરપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
- કરજણ, ભાવનગર, બાબરા, બરવાળામાં સવા ત્રણ ઈંચ વરસાદ
- લિલિયા, ગીર ગઢડા, કોટડાસાંગાણીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- જામનગર, ઉના, કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- બોરસદ, લિંબડી, સુઈગામ, માંડવી, રાપરમાં અઢી ઈંચ વરસાદ
- અમરેલી, ચૂડા, લખતર, પાલિતાણામાં અઢી ઈંચ વરસાદ
- પલસાણા, મહુધા, જામકંડોરણા, જોટાણામાં સવા બે ઈંચ વરસાદ
- વડીયા, લોધિકા, વ્યારા, કપડવંજમાં સવા બે ઈંચ વરસાદ
- જોડીયા, કોડીનારા, હાંસોટ, સંતરામપુરમાં એક એક ઈંચ વરસાદ
- વિરમગામ, દાહોદ, અમીરગઢમાં એક એક ઈંચ વરસાદ
- મોરવાહડફ, ભેંસાણ, લુણાવાડામાં એક એક ઈંચ વરસાદ
- 36 તાલુકામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- 19 તાલુકામાં વરસ્યો સવા ઈંચથી વધુ વરસાદ
- 20 તાલુકામાં નોંધાયો એક ઈંચથી વધુ વરસાદ