જૂનાગઢઃ રાજ્યમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ જતાં જતાં મેઘરાજા ધરતીપુત્રોની મુસીબત વધારી રહ્યા છે. આસો મહિનો અડધો પૂરો થઈ જવા આવ્યો હોવા છતાં રાજ્યાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન આજે સાંજે જૂનાગઢના કેશોદ અને અમરેલીના ખાંભા ગીરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.



કેશોદમાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક ધોધમાર ઝાપટું પડી જતાં રોડ રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અમરેલીના ખાંભા ગીરના નાનુડી, ભાડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અતિ વરસાદ પડવાથી મગફળી, કપાસના પાકને ભારે નુકસાન થયું છે. દિવાળીના તહેવારો પર વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.



ગુજરાતમાં આ વખતે મોસમનો 141.95 ટકા વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષનું ચોમાસુ છેલ્લા 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું રહ્યું છે. રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળો શરૂ થવાની શક્યતા છે. આગામી દિવસોમાં ડબલ સીઝન અનુભવાશે. હાલ પણ વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

આ ક્રિકેટરે પહેરી 50 તોલા સોનાની ચેઇન, લોકોને યાદ આવ્યો ‘વાસ્તવ’નો સંજય દત્ત

લોન્ચ થશે નવું સ્પ્લેન્ડર, આપશે વધારે માઇલેજ, જાણો વિગતે