ભરૂચઃ દિવાળીના તહેવારમાં ડુપ્લીકેટ વસ્તુનું વેચાણ બજારમાં વધી જતું હોય છે. ત્યારે ભરૂચના જંબૂસર તાલુકામાં બ્રાંડેડ કંપનીના લેબલ લગાવી ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચનારી કંપનીઓ સામે કલક્ટરે કડક પગલા લીધા હતા.
તહેવાર સમયે વિવિધ ફળસાણ બનાવવા માટે તેલ અને ઘીનો ઉપયોગ થતો હોય છે. ભરૂચના કલેક્ટરને તેલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી. ત્યાર બાદ કલેક્ટરે જંબુસરમાં આવા વેપારીને ત્યાં દરોડા કરવા હુકમ કર્યો હતો. કલેક્ટરના આદેશને પગલે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે પુરવઠા વિભાગે સાથે મળીને દરોડા પાડ્યા હતા. દરોડમાં શંકાસ્પદ કંપનીઓના સેંપલ લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે વધુ કાર્યવાહી સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે.