જામનગરઃ શહેરમાં 'યે દિલ હૈ મુશ્કિલ' ફિલ્મનો પાસના આગેવાનો દ્વાવા વિરોધ કરવામાં આવ્યો હતો. શુક્રવારે ભારે વિરોધ વચ્ચે એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપુરની ફિલ્મ ધનતેરસના દિવસે રિલીઝ થઇ હતી. પાસના આગેવાનોએ ફિલ્મને બે દિવસની અંદર બંધ નહિ કરવામાં આવે તો થિયેટર સામે ઉગ્ર દેખાવો કરવાની ધમકી ઉચ્ચારી હતી. વિરોધને પગલે સિનેમેક્સ થિયેટરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના લીધે પાકિસ્તાની કલાકારોનો નવ નિર્માણ સેના દ્વારા મુંબઇમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેની આગો ધીરે ધીરે સમગ્ર દેશમાં પ્રસરી હતી. ત્યાર બાદ કરણ જોહરે એક વીડિયો બહાર પાડીને હવે પછી પાક કલાકારો સાથે કામ નહી કરવાની વાત કરી હતી. જેથી આ મામલ શાંત પડ્યો હતો. તેમ છતા ગુજરાતના જામનગર અને બિહારમાં પણ આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.

'યે દિલ હૈ મશ્કિલ'માં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન કામ કરી રહ્યો છે. જેના લીધે તેનો વિરોધ થઇ રહ્યો છે.