અંજારમાં ભાજપની કારોબારી મિટિંગમાં જિલ્લા પ્રમુખની સ્પીચ વખતે જ રાજ્યમંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ વાગી અને ખળભળાટ મચી ગયો. કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં યોજાયેલી ભાજપની વર્ચ્યુઅલ મિટિંગમાં અચાનક બનેલી ઘટનાથી ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ.


અંજારમાં ભાજપની કારોબારી વર્ચ્યુઅલ મિટિંગની શરૂઆતમાં જ જિલ્લા પ્રમુખની સ્પીચ વખતે જ રાજ્યમંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ અચાનક ક્યાંકથી પ્લે થઈ ગઈ. અચાનક ભાજપના પદાધિકારીઓની હાજરીમાં રાજ્યમંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ વાગવા લાગી અને સૌ કોઈ ક્ષોભમાં મુકાઈ ગયાં. ભાજપની વર્ચ્યુઅલ મિટિંગમાં મહિલા પદાધિકારીઓ પણ હાજર હતાં. મોટા અવાજ સાથે વાસણ આહીરની બિભત્સ ક્લિપ વાગવા લાગતા સૌ કોઈ અચંભામાં મુકાઈ ગયાં. શું કરવું અને શું ન કરવું એવી સ્થિતિ ઉભી થઈ ગઈ. બે ઘડી તો કોઈને કંઈજ સમજાયું નહીં. ભાજપની જિલ્લા કારોબારીમાં અધ્યક્ષના વક્તવ્ય વચ્ચે જ લાઉડ સ્પીકર અચાનક ક્લિપ વગાડવામાં આવી. ઘટનાન પગલે કચ્છ ભાજપના જિલ્લા પ્રમુખે પણ થોડીવાર માટે પોતાની સ્પીચ બંધ કરી દેવી પડી.




શનિવારે બપોરે 3 વાગ્યે શહેરના રઘુનાથજી મંદિરમાં જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ઓનલાઇન વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપના મોવાડીઓ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયેલા હતા.


ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી આવ્યા સૌથી મોટા સમાચાર, જાણીને થઈ જશો ખુશ


ગુજરાતમાં હવે કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. તેમજ મોટા ભાગના જિલ્લાઓ અને શહેરોમાં સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં પણ દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 100ની અંદર આવી રહ્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેર પછી રાજ્યના લોકો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 


 


ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારના કોવિડ પોર્ટલ https://gujcovid19.gujarat.gov.in પર આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 


 


ડાંગ ઉપરાંત અન્ય 9 જિલ્લા એવા છે, જે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેની પાછળનું કારણ એવું છે કે, આ જિલ્લાઓમાં 10થી ઓછા એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 3, સુરેન્દ્રનગરમાં 5, સાબરકાંઠામાં 9, પાટણમાં 2, પંચમહાલમાં 6, નર્મદામાં 5, મોરબીમાં 2, દાહોદમાં 2 અને છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ છે.