ગાંધીનગર: શાળો સાથે તોડ કરીને ખોટી રીતે રકમ પડવાતા મહેન્દ્ર પટેલે તેના ગુનો કબૂલતા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. રિમાન્ડ દરમિયાન તેમણે મહેન્દ્ર પટેલે રૂ. 4થી5 કરોડનો તોડ કર્યાનું કબૂલ્યું છે. 5 દિવસના રિમાન્ડ દરમિયાન મહેન્દ્ર પટેલે મૌન તોડતા કેટલાક ચોકાવનાર તથ્યો સામે આવ્યાં છે. તેમણે એક કે બે નહી પરંતુ 50 જેટલી શાળામાં તોડ કર્યો હોવાની કબૂલાત કરી છે.તોડબાજ મહેન્દ્ર પટેલ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયાછે. શાળાઓની RTI કરી સંચાલકોને ધમકાવનાર મહેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાાં આવ્યા છે. મહેન્દ્ર પટેલ સામે રોડ કાર્યની કુલ 5 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એક ફરિયાદમાં ધરપકડ બાદ કોર્ટે તેમને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલ્જેયો છે.
શું છે સમગ્ર મામલો
રાજ્યમાં શિક્ષણ જગતમાં થતાં મોટા વધુ તોડકાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં મહેન્દ્ર પટેલનું નામ સામે આવ્યું હતું. રાજ્યમાં શાળાની મંજૂરી લેવા માટે આ તોડબાઝ મહેન્દ્ર સિંહ અનેક શાળાઓમાં તોડ કરવીને મંજૂરીના નામે પૈસા પડાવતો હતો. આ મામલો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘર અને ઓફિસે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં રોકડ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તપાસમાં મહેન્દ્ર પટેલ 50 જેટી શાળાઓ સાથે સેટિંગ કરી ગેરકાયદેસર રીતે વસૂલાત કર્યાના પર્દાફાશ થયો છે. 28 જાન્યુઆરીએ આ તોડકાંડમાં RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેમની સઘન પુછપરછ ચાલી રહી છે પૂછપરછમાં તેમણે 5 કરોડ જેટલી રકમ વસૂલી હોવાનો ખૂલાસો કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, મહેન્દ્ર પટેલ RTI એક્ટીવિસ્ટના બનીને શાળા પાસે થી મંજૂરીના નામે મોટી રકમ વસૂલતો હતો. કેબિનેટની મળેલી બેઠકમાં પણ તોડ કરનાર લોકોને ડામવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ વિભાગની મંત્રીઓ અને અધિકારીઓને આવી પ્રવૃત્તિ કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવવાની સૂચના આપી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, RTI એક્ટિવિસ્ટના નામે તોડબાજી નહીં ચલાવાય, અધિકારીઓની મિલીભગત હોય તો તેમની સામે પણ વિભાગીય અને કાયદાકીય પગલાં ભરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યાં છે. શિક્ષણ વિભાગમાં RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે કાયદાકીય કારવાઈ કરવાના પણ કેબિનેટની બેઠકમાં આદેશ આપવામાં આવ્યા હતા.