Dwarka: રાજ્યમાં ફરીથી ડ્રગ્સ પકડવાને લઇને પોલીસને મોટી સફળતા મળી છે, દ્વારકા જિલ્લા પોલીસની ટીમે ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને દબોચી લીધો છે. આ શખ્સ પાસેથી લગભગ દોઢ લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. 


દ્વારકા પોલીસની ટીમે બાતમીના આધારે ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને ઝડપી પાડ્યો છે, શખ્સ પાસેથી લાખોની કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. મુંબઈના સપ્લાયરની આ મામલે અટકાયત કરવામાં આવી છે, અને તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ બાદ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા નજીકના દાતા ગામેથી જામનગરના એક કટલરીના વેપારીને 17.650 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો છે. આ પ્રકરણમાં મુંબઈના એક સપ્લાયરને પણ દબોચવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસે 1,76,500 રૂપિયાની કિંમતનો 17.650 ગ્રામ એમ. ડી. ડ્રગ્સનો જથ્થો કબજે લઈ લીધો છે અને ખંભાળિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાવામાં આવ્યો છે. જેમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે.


 


214 કરોડના ડ્રગ્સના મામલે વધુ રિમાન્ડ માટે નાઇઝીરિયન શખ્સ ઇક્વુનાઈફના કોર્ટમાં રજૂ


રાજકોટ:214 કરોડના ડ્રગ્સના કેસને લઈને આજે ગુજરાત ATS રાજકોટ પહોચી છે. આજે નાઇઝીરિયન શખ્સના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમન કોમર્શિયલ કોર્ટમાં રજૂ કરાશે 214 કરોડના ડ્રગ્સના કેસને લઈને આજે ગુજરાત ATS રાજકોટમાં પહોંચી છે નાઇઝીરિયન શખ્સના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને  કોમર્શિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, 30 કિલો 600 ગ્રામ હેરોઇન ડ્રગ્સ રાજકોટમાં ઝડપાયું હતું જે પાકિસ્તાનથી સપ્લાય કરવામાં આવ્યું  હોવાનું સામે આવ્યું હતું. નાઇઝીરિયન શખ્સ ઇક્વુનાઈફના 12 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે વધુ રિમાન્ડની માંગ માટે કોર્ટમાં રજૂ કરાશે. નાઇઝીરિયન શખ્સ ઇક્વુનાઈફની દિલ્હીથી  ધરપકડ કરવામાં આવી હતી. જો કે ડ્રગ્સ રાજકોટથી દિલ્હી પહોંચે તે પહેલા જ ઝડપી લેવાયું હતું.થોડીવારમાં નાઇજોરીયન શખ્સ ને ATS ના અધિકારી ઓ કોર્ટમાં રજૂ કરશે.નાઇઝીરિયન શખ્સના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોમર્શિયલ કોર્ટમાં રજૂ કરાશે.30 કિલો 600 ગ્રામ હેરોઇન ડ્રગ્સ પાકિસ્તાન થી રાજકોટ પહોંચ્યું હતું. 12 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ  કરાશે.