દ્વારકાઃ જીલ્લાના ખંભાળિયામાંથી ધોરણ 10 માં બોર્ડની બોગસ માર્કશીટ, સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બોગસ માર્કશીટના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો છે. દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીનો જિલ્લા પ્રમુખ કારું ભાન ઉર્ફે કે .જે. ગઢવી આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. 


ઊગમણા બારા તથા ગોઈંજ ગામના યુવકોને રૂપિયા 27 હજાર વસૂલી દિલ્લી બોર્ડના ધોરણ 10ના બનાવટી રિઝલ્ટ આપી છેતરપિંડી કરવા બાબતે  ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર દ્વારા આર્મી ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપતા સમગ્ર સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.  પોલીસે આઈ.પી.સી ની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે.


બીજી તરફ આ કૌભાંડમાં આપના નેતાનું નામ ખૂલતાં જ  દ્વારકા જિલ્લામાં આપ પાર્ટીના પ્રમુખ કે જે ગઢવીને હોદા પરથી દુર કરાયા છે. સ્થાનિક ચૂંટણીઓમાં પરિણામો ન આવતા અજિત લોખીલ સંગઠન મંત્રી આપ પાર્ટી દ્વારા ગત ૭/૧૦/૨૦૨૧ ના રોજ દૂર કરાયા ની પ્રેસ નોટ ઇસ્યુ થઈ છે. આજે બોગસ સર્ટિ પ્રકરણમાં નામ ખુલતા પ્રાથમિક સભય પદેથી પણ દૂર કરાયા છે. 


દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ શાસિત કઈ તાલુકા પંચાયતમાં પડ્યું ગાબડું? આઝાદી પછી પહેલીવાર ભાજપ આવશે સત્તામાં


તાપીઃ કોંગ્રેસની વ્યારા તાલુકા પંચાયતમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જિલ્લા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ, જશુબેન ગામીત અને ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત 5 સભ્ય ભાજપમાં જોડાયા હતા. 


અગાઉ વ્યારા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો હતો. 20 બેઠક પૈકી પ્રમુખ સહિત 5 સભ્ય આજે જોડાતા ભાજપ ના 11 સભ્ય થતા તાલુકા પંચાયત વ્યારાની સત્તા ભાજપે  હાંસલ કરી છે. આઝાદી બાદ પ્રથમવાર વ્યારા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લેહરાશે.