E-Samriddha portal Down:રાજકોટના ગઢકા ગામે વહેલી સવારથી ખેડૂતોની કતાર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અનેક સેન્ટરમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે પોર્ટલ બંધ છે.મગફળી, સોયાબીન, મગ, અડદ માટે ગઈકાલથી રજિસ્ટ્રેશન શરૂ થયું છે. 1થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઈ-સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની ડેડલાઇન છે.ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ પરેશાન છે.
સૌરાષ્ટના ઇ સમદ્ધ પોર્ટલ સર્વર ઠપ્પ થયાની અનેક જગ્યાએથી ફરિયાદ આવી છે. મોરબીમાં પણ સર્વર ઠપ્પ થતાં ખેડૂતોએ આ મામલે ફરિયાદ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ સર્વર ઠપ્પ હોવાની ફરિયાદ ઉઠી છે. ક્યાંક સર્વર ઠપ્પ તો ક્યાંક સર્વર જામ હોવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.
ગઈકાલે મોટાભાગના સેન્ટરો પર સર્વર જામની ફરિયાદ મળી હતી. ઇ સમૃદ્ધ પોર્ટલ ઠપ્પ થઇ જતાં બે દિવસથી ખેડૂતોને સેન્ટર પર ધક્કા થઈ રહ્યા છે. કેટલાક ઠેકાણે મોડીરાતથી સેન્ટર બહાર ખેડૂતોની લાઈનો લાગી હતી. સર્વર ઠપ્પ થઇ જતાં રજિસ્ટ્રેશન નથી થતું.
ખુદ તલાટી મંત્રીએ પણ સર્વર ઠપ્પ થયાની વાતને સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઈ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન નથી થઈ રહ્યું. વિગતો ભરી સબમિટ કરતી વખતે ક્ષતિ સર્જાઈ છે. સર્વરમાં ગરબડીના કારણે સવારથી અત્યાર સુધીમાં માત્ર એક રજિસ્ટ્રેશન શક્ય બન્યું છે. ટેકાના ભાવે ખેત ઉત્પાદન વેચવા નોંધણી કરાવવામાં પણ વિઘ્નો આવી રહ્યાં છે. સર્વર ઠપ્પ થઇ જતાં સેન્ટર પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે ખેડૂતોના મોટાભાગનો સમયનો પણ વેડફાટ થઇ રહ્યો છે. ખેડૂતો ખેતરો મૂકી પંચાયતની ઓફિસ પર ધક્કા ખાવા મજબૂર બન્યાં છે. રાજકોટ, મોરબી, કોડીનાર, ગોવિંદપુર, ભંડારિયા અને સિંધાજ ગામમાં પણ સર્વર ઠપ્પ થયાની ફરિયાદ નોંધાઇ છે.