અમરેલી:  અમરેલી જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  સાવરકુંડલાના મીતીયાળા સહિત આસપાસના વિસ્તારોની ધરા ધ્રુજી હતી.   લાંબા સમય બાદ ફરી મીતીયાળા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  1.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્લામાં  ભાડ અને વાકિયા વચ્ચે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે.  ભૂકંપનો આંચકો અનુભવાયાની સિસ્મોલોજી વિભાગે  માહિતી આપી છે. 


ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો


ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.


આ રાજ્યમાં હિટવેવની હવામાન વિભાગે કરી આગાહી


દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.  દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પૂર્વ રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વરસાદની પૂરેપૂરી શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક સ્થળોએ વરસાદ અથવા હિમવર્ષાની પણ આગાહી કરી છે.


આ રાજ્યોમાં ગરમી પરેશાન કરશે


IMD અનુસાર, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં જ્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ અને મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે.


ઉત્તર પ્રદેશમાં હિટવેવ


IMD અનુસાર આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં હિટવેવની આવવાની શક્યતા છે. હિટ વેવને ધ્યાનમાં રાખીને બાંદા, ચિત્રકૂટ, કૌશાંબી, પ્રયાગરાજ, ફતેહપુર, સોનભદ્ર, મિર્ઝાપુર, મથુરા, આગ્રા, ફિરોઝાબાદ, ઈટાવા, ઔરૈયા, જાલૌન, હમીરપુર, મહોબા, ઝાંસી, લલિતપુર અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.