વલસાડ: વલસાડના ધરમપુરમાં 3.11 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાની તીવ્રતા 2.8 છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘર અને ઓફીસની બહાર નીકળ્યા હતા. નવસારી ડાંગ અને વલસાડ આ ત્રણ જિલ્લાઓમાં અવાર નવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાયા કરે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.


વલસાડ જિલ્લામાં આજે 2.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધરમપુર વિસ્તારમાં વહેલી સવારે એક હળવો આંચકો અનુભવાયો હતો. હાલ 3.11 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ છે. ધરમપુરનાં આસુર તેમજ બામટી વિસ્તારમાં આ આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

વલસાડના કલેક્ટરે ટ્વીટ કરીને ભૂકંપના હળવા આંચકાને કારણે લોકોને નહી ગભરાવા માટેની સલાહ આપી છે.