Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 

કચ્છ જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો  અનુભવાયો છે.  કચ્છના દૂધઈ વિસ્તારમાં 3.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Continues below advertisement

Earthquake In kutch:   કચ્છ જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો  અનુભવાયો છે.  કચ્છના દૂધઈ વિસ્તારમાં 3.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.  ભૂકંપનું એપી સેન્ટર દૂધઈથી 28 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. 4 વાગ્યાને 37 મિનિટે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

Continues below advertisement

અગાઉ નવા વર્ષના પ્રથમ દિવસે કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભૂકંપ સવારે 10.24 કલાકે નોંધાયો હતો, તેનું કેન્દ્ર ભચાઉથી 23 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું.

છેલ્લા કેટલાક દિવસોમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા

ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્થક્વેક રિસર્ચ (ISR) અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ભચાઉની આસપાસ ભૂકંપની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. 23 ડિસેમ્બર 2024ના રોજ કચ્છ જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને 7 ડિસેમ્બરે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 18 નવેમ્બર 2024ના રોજ કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ગુજરાત ભૂકંપની દૃષ્ટિએ હાઇ રિસ્ક ઝોન છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના ડેટા અનુસાર, છેલ્લા 200 વર્ષમાં ગુજરાતમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. GSDMA અનુસાર, 26 જાન્યુઆરી 2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો. તે ભૂકંપમાં જિલ્લાના ઘણા શહેરો અને ગામો લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જેમાં લગભગ 13,800 લોકો મૃત્યુ પામ્યા  હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

ભૂકંપની તીવ્રતા શું છે 

રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો - 

ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.

 

Continues below advertisement
Sponsored Links by Taboola